Surat News/ સુરતના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, એકની ધરપકડ

Surat News : ગુજરાતના (Gujarat) સુરત એરપોર્ટને (Surat Airport) બોમ્બથી ઉડાવી (Bomb Blast Threat) દેવાની ધમકી માળી હતી. આ ધમકી મળી હોવાનો મામલો સામે આવતા જ પોલીસ દોડતી થઇ ગઈ હતી.

Gujarat Surat Breaking News

Surat News : સુરત શહેરના એરપોર્ટને 11 ડિસેમ્બરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તથા એરપોર્ટ પર ચેકિંગ પણ શરૂ કરી દીધું હતું. પરંતુ આ ધમકી મળતાં જ સુરત શહેરના SOG, PCB, DCBએ તપાસ શરૂ કરી દીધી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રેલ્વે સ્ટેશન પર 2 વ્યક્તિઓ બોમ્બ અંગે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે પોલીસે આરોપીને ઝડપીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે.સુરત શહેર અને સુરત ગ્રામ્યનું સંયુક્ત ઑપરેશન હેઠળ આરોપી સાબિર બસીરભાઈ મન્સૂરીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બારડોલીના સુરતીઝાંપા સ્થિત મદીના કોમ્પ્લેક્સનો રહેવાશી છે.

આ મામલે DCP મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, “ધમકી મળતાં LCB તરત જ હરકતમાં આવી અને જે આરોપીએ ફોન કર્યો હતો, તેમને પૂછપરછ માટે પકડી લીધા હતા. તેમની પૂછપરછ ચાલુ છે. આ જ દરમિયાન એરપોર્ટ પર SOG, ક્રાઈમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને BDSની ટીમ બેઠક કર્યા બાદ આખા એરપોર્ટ પર ચેકિંગ કર્યું હતું. ચેકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીનાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

આ પણ વાંચો: રાજસ્થાનની 100થી વધુ હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી, મેલમાં લખવામાં આવ્યું – તમામને મારી નાખવામાં આવશે

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી