Not Set/ સુરતના બારડોલીમાં તસ્કરોનો તરખાટ,10 થી 12 જેટલા તસ્કરોએ મચાવ્યો આતંક

સુરત, સુરતના બારડોલીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ઘરના તમામ સભ્યોને માર મારીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટના છે બારડોલીના પૂણી સિયોદ ગામની કે જ્યાં મોડી રાત્રે 10 થી 12 જેટલા તસ્કરોએ આતંક મચાવ્યો હતો. જો કે મોડી રાત્રે પરિવારના સભ્યો જાગી જતા આ તસ્કોએ ઘરમાં તોડફોડ કરી હતી અને ઘરના સભ્યોનો ઢોર માર […]

Gujarat Surat Videos

સુરત,

સુરતના બારડોલીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ઘરના તમામ સભ્યોને માર મારીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટના છે બારડોલીના પૂણી સિયોદ ગામની કે જ્યાં મોડી રાત્રે 10 થી 12 જેટલા તસ્કરોએ આતંક મચાવ્યો હતો.

જો કે મોડી રાત્રે પરિવારના સભ્યો જાગી જતા આ તસ્કોએ ઘરમાં તોડફોડ કરી હતી અને ઘરના સભ્યોનો ઢોર માર માર્યો હતો. 8 જેટલા સભ્યોને માર મારતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

એટલું જ નહિં આ તસ્કરોએ લાખો રૂપિયાની લૂંટ ચલાવીને પલાયન થઇ ગયા હતા અને ઘરવખરી પણ રમણભમણ કરી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.