Bardoli/ ચૂંટણી પંચ-BJP મિલીભગત? બે ભાઈઓ વચ્ચે છ મહિનાનું અંતર, એક પિતાના 12 દિકરા

મતદાર યાદીમાં ગંભીર ગેરરીતિઓ હોવાનો આરોપ

Top Stories Gujarat

Bardoli News : ગત રોજ (6 સપ્ટેમ્બર) કોંગ્રેસના જન અધિકાર અભિયાન સંમેલનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ​​​​​ મતદાર યાદીમાં ગંભીર ગેરરીતિઓ હોવાનો આરોપ મૂક્યો હતો. કડોદરા વોર્ડ નંબર 6માં એક જ બાપના 12 દીકરા દર્શાવવામાં આવ્યા હવાનું તેમણે જમાવ્યું હતું. તે સિવાય બે દીકરા વચ્ચે માત્ર 6 મહિનાનું અંતર બતાવવામાં આવ્યું છે, જે બાયોલોજિકલી અશક્ય છે.

દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ , 7 ઓગસ્ટે દિલ્હીમાં ભારતીય ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે મિલીભગત હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ આરોપના સમર્થનમાં તેમણે ‘પુરાવા’ રજૂ કર્યા હતા. આ એક રીતે લોકશાહી સાથે છેતરપિંડી હોવાનું તેમણે કહ્યું હતું.
થોડા સમય અગાઉ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ તમામ તાલુકાઓના પ્રમુખોની નિયુક્તિ થયા પછી પ્રથમ વખત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે તેરાપંથ ભવનમાં પલસાણા તાલુકા, 84 તાલુકા તેમજ કડોદરા નગરના કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયું હતું, જેમાં ચોર્યાસી તાલુકા, કડોદરા નગર કોગ્રેસ કોગ્રેસ, તેમજ પલસાણા તાલુકા ઉપરાંત જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકરો અને સેલ ફ્રન્ટલના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

કડોદરાના વોર્ડ નંબર 6 અને વરેલી ગામમાં 0 નંબરથી એક જ ઘરમાં 70 લોકો મતદાર યાદીમાં નોંધાયેલા હોવાનો આક્ષેપ આ પ્રસંગે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ કર્યો હતો. આ તો માત્ર એક જ વિસ્તારની વાત થઇ પણ, બીજા રાજ્યમાંથી અહીં ઉદ્યોગ અર્થે આવતાં લોકોનું પણ પોતાના રાજ્યની સાથે સાથે અહીંની મતદાર યાદીમાં પણ નામ નોંધાયેલાં હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા વિસ્તાર વારાણસીમાં પણ એક જ પિતા કમલદાસના 40 પુત્ર નીકળ્યા. જેમાં એક દીકરાની ઉંમર 60-65 નોંધાયેલા છે. જ્યારે બીજાની 18 વર્ષ નોંધાયેલી છે.કડોદરા નગરના પૂર્વ પ્રમુખ ઉમેશ માસ્તરે કહ્યું તે પ્રમાણે અહીં પણ વોર્ડ નંબર 6માં એક જ બાપના 12 દીકરા દર્શાવવામાં આવ્યા છે, એટલું જ નહીં બે દીકરા વચ્ચેનું અંતર છ-છ મહિનાનું છે. તો આવી તો અસંખ્ય ગોબાચારી કરીને, ફર્જી વોટ બનાવીને ભાજપ અને ઇલેક્શન કમિશન સામાન્ય લોકોના અધિકાર છીનવવાનું કામ કરે છે. અમે આ જન અધિકાર આંદોલનથી એનો પર્દાફાશ કરીશું.

આવા અનેક દાખલાઓ આપતાં પલસાણા તાલુકાના કોંગ્રેસ મહામંત્રી હેમંત પટેલે પણ જણાવ્યું હતું કે, વરેલીમાં એક જ ઘરમાં 70 લોકો રહે છે, જે શક્ય નથી. આ મતદાર યાદીમાં નોંધાયેલા બોગસ મતદાતાઓ છે. 700 મતદાર પ્લોટ નંબર 52 અને ફ્લેટ નંબર 52ના નામે નોંધાયેલા છે. બિલ્ડિંગ નંબર સિવાય અન્ય કોઈ એડ્રેસ યાદીમાં બતાવ્યા નથી. જેના આધારે કહી શકાય કે, આ બોગસ નોંધણી થયેલી છે.તેમણે વિગતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વરેલીમાં કુલ 6 બૂથ છે.

1થી 6 સુધીમાં 4000થી વધુ મતદારની નોંધણી થયેલી હોવાનું તેનો સમગ્ર અભ્યાસ કરતા જણાયું હતું. જેમાં 250 મતદારો એવા છે જેમના 0થી શરૂ થાય છે. બીજા 100થી વધુ મતદાર ઘર નંબર 1 પર છે. 2 નંબર પર 84 મતદાર છે. આ જ રીતે ઔદ્યોગિક વિસ્તારમાં જે નોંધણી કરવામાં આવી છે તેમાં પ્લોટ અને ફ્લેટના નામે નોંધણી થયેલી છે. એટલે એ મતદારને શોધવો મુશ્કેલ છે. બીજીતરફ BLO દ્વારા જે કામગીરી કરાઈ છે. તે વ્યવસ્થિત નથી.. જેમાં ઘર નંબર તેમણે પોતાની મનમરજીથી આપી દીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં મોડી રાતથી વરસાદી વાતાવરણ,શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ

આ પણ વાંચો:અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ