Bhuj News/ કચ્છમાં પ્રવેશોત્સવના બહાને અષાઢીબીજની રજા રદ કરાતા કચ્છીઓમાં નારાજગી

હવે પ્રવેશોત્સવના આયોજન કરી પ્રજાના પૈસાના ધુમાડો કરવાનો કોઈ મતલબ રહેતો નથી

Gujarat

Bhuj News : અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કહેવાય છે. કચ્છીઓ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવણી કરીને મનાવતા હોય છે. અષાઢી બીજ માં મોટાભાગે શાળાઓમાં કોલેજોમાં રજા પાડવામાં આવતી હોય છે અને લોકો એક ને એક ને નવા વર્ષની શુભેચ્છાઓ આપતા હોય છે. કચ્છના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવના બહાને અષાઢી બીજ ની રજા રદ કરવામાં આવી છે.

કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવના નામે કચ્છી નવું વર્ષ અષાઢી બીજ ની રજા શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવાના કારણે લોકોમાં તેમજ સંસ્થાઓમાં નારાજગી ફેલાઈ છે. લોકો જણાવી રહ્યા છે કે અષાઢી બીજ અન્ય દિવસે ઉજવાય ખરી?હિન્દુ ધર્મના ઉત્સવ મનાતા અષાઢી બીજ ની રજા જાહેર કર્યા બદલ લોકોમાં નારાજગી ફેલાઈ છે. સમગ્ર જીલ્લા માં લોકો ચર્ચા કરી રહ્યા છે કે, એક બાજુ બાળકોએ એકાદ મહિના અગાઉ પ્રવેશ મેળવી લીધા છે અને શૈક્ષણિક કાર્ય પણ ચાલુ થઈ ગયું છે. તો હવે પ્રવેશોત્સવના આયોજન કરી પ્રજાના પૈસાના ધુમાડો કરવાનો કોઈ મતલબ રહેતો નથી.

બીજી બાજુ લોકો એવો પણ જણાવી રહ્યા છે કે હિન્દુ ધર્મના તહેવારો પર તરફ મારી રજાઓ રદ કરવામાં આવે છે જ્યારે અન્ય ધર્મના તહેવારોની રજાઓ રદ કરવાની શક્તિ તંત્ર પાસે નથી તંત્ર અન્ય ધર્મના તહેવારોમાં આવો તધલખી નિર્ણય લઈ શકવાનો સાહસ કરી શકે આવા પ્રશ્નો પણ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.

પ્રવેશ ઉત્સવની સાર્થકતા ત્યારે ગણાય કે કોઈ બાળકના માતા-પિતા તેના બાળકને શાળાએ ભણવા માટે ન મુકતા હોય અને વહીવટી તંત્ર દ્વારા તેમને સમજાવી અને બાળકને અભ્યાસ સાથે જોડે. એક બાજુ જ્યારે શાળાકીય શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે ત્યારે હવે પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. કચ્છ જિલ્લાનું શિક્ષણ વિભાગ ખોટા તાયફાઓ કરવાને બદલે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ્ટ પૂરી કરવા ની દિશામાં શિક્ષક પ્રવેશોત્સવ કેમ નથી ઉજવતું. એક બાજુ શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકો વિના વિદ્યાર્થીઓને ભણાવનારા કોણ?

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી. કચ્છ કલેકટરને સંબોધીને જે રજૂઆત કરાઈ હતી તેમાં અષાઢી બીજ ની રજાઓ જે પરંપરાગત રીતે વર્ષોથી રાખવામાં આવતી હોય છે તે રજાઓ રદ કરવાના નિર્ણયને રદ કરી અને રજાઓ કાયમ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા પણ ગત મોડી સાંજે પત્ર વ્યવહારથી જાણ કરી અને જણાવ્યું હતું કે, જે શાળામાં પ્રવેશોત્સવ છે તે શાળામાં રજા રહેશે નહીં અને બાકીની શાળાઓમાં રજા રાખવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રીય વિમાની દુર્ઘટનાના સમયમાં સિવિલ હોસ્પિટલ બન્યું આશાનું કમાન્ડ સેન્ટર

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ મોકલવામાં આવશે અમેરિકા, એક મોટી સમસ્યા

આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં