Navsari News/ નવસારીમાં બંધ કારમાંથી 2 બાળકોના મૃતદેહ મળ્યા

પોલીસે બંને બાળકોના મૃતદેહો (Bodies)ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

Top Stories Gujarat Others
વર્ષોથી બંધ પડેલી એક કારમાંથી બે માસૂમ બાળકોના મૃતદેહ (Bodies) મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે

Navsari News  : નવસારી (Navsari)જિલ્લાના ધારગિરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષોથી બંધ પડેલી એક કારમાંથી બે માસૂમ બાળકોના મૃતદેહ (Bodies) મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃત બાળકોની ઉંમર અંદાજે 3 અને 5 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ધારગિરી વિસ્તારમાં કચરો વીણવા ગયેલી એક મહિલાને લાંબા સમયથી ઉભી રહેલી કારમાંથી દુર્ગંધ આવતી હોવાનું જણાયું હતું. શંકા જતાં મહિલાએ નજીક જઈ તપાસ કરતાં અંદર બે બાળકો બેભાન હાલતમાં દેખાયા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળકો રમતા રમતા કારમાં પ્રવેશી ગયા હોઈ શકે છે અને કાર અંદરથી લોક થઈ જતાં ગૂંગળામણના કારણે તેમનું મોત થયું હોઈ શકે છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


આ પણ વાંચો : જ્યોર્જિયામાં ગુમ થયેલા અમદાવાદના મેડિકલ વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનો મૃતદેહ મળ્યો