કેરળના કોઝિકોડમાં સંપત્તિને લઈને મહિલા દ્વારા છ લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ 14 વર્ષના ગાળામાં છ લોકોની હત્યા કરી હતી. પોલીસે માલુમ પડ્યું કે મૃત્યુ પામનાર લોકોના પરિવારની મુખ્ય આરોપી જોલી તમામ છ લોકોના મોતની જગ્યા એ હાજર જ હતી.
કોઝિકોડ રૂરલ એસપીએ જણાવ્યું હતું કે અમને ખબર પડી છે કે જે લોકોની હત્યા કરવામાં આવી છે, તે દરેક વખતે જોલી ત્યાં હાજર હતી. મિલકત પોતાના નામે મેળવવા માટે તેણે બનાવટી દસ્તાવેજોનો પણ આશરો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 14 વર્ષમાં, જોલી અને અન્ય આરોપીઓએ મળીને સાયનાઇડ આપીને છ લોકોની હત્યા કરી હતી.
પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી જોલીએ પોતાના ગુનાની કબૂલાત કરી છે. હાલ જોલીના પતિ રોય થોમસની હત્યાના મામલે ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, બાકીની હત્યાઓમાં પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે.
બીજી તરફ, પોલીસ આ મામલાની તપાસ માટે વિશેષ અધિકારીઓને સામેલ કરી શકે છે. ઉપરાંત, કેરળ પોલીસ દેશમાં ‘ટ્રેસ એનાલિસિસ’ માટે પ્રયોગશાળાઓની મદદ લેશે અને જરૂર પડે તો વિદેશી પ્રયોગશાળાઓનો પણ સંપર્ક કરશે.
કોઝિકોડના પ્રભારી કે.જી. સિમોને જણાવ્યું હતું કે રોયના મૃત્યુ પછી તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના શરીરમાં સાયનાઇડ મળી આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આરોપી પર અન્ય પાંચ હત્યાનો ગુનો નોંધવામાં આવશે. રોય થોમસનું વર્ષ 2011 માં અવસાન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
