દેશમાં જ્યા ઓટો સેક્ટરમાં ભારે મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કંપનીઓ તેનાથી બહાર આવવાનો પૂરો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. મંદીને જોતા ઘણી ઓટો કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સ પર રોક લગાવી દીધી છે. જેમા દેશની સૌથી ભરોસેમંદ ગણાતી મારુતિ સુઝુકીનો પણ સમાવેશ થાય છે. ઓટો સેક્ટરમાં આવેલા આ કપરા સમયે એક કંપની છે જેની ડિમાંન્ડ વધી છે. જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝ ગ્રહકોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહી છે.
તહેવારોનો સમય શરૂ થઇ ગયો છે, ત્યારે આ સમયે પણ ઓટો સેક્ટરમાં ગત વર્ષ કરતા વેચાણ ઓછુ થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે બીજી તરફ દશેરાનાં પર્વ પર મર્સિડિઝ બેન્ઝે દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં 200 પણ વધુ કારોની ડિલિવરી કરી છે. આપને જણાવી દઇએ કે, મંગળવારે દશેરાનો પર્વ હતો, આ તહેવારનાં દિવસે લોકો કાર કે બાઇકને ખરીદવુ શુભ માનતા હોય છે. જો કે આ વખતે ઓટો સેક્ટરમાં મંદીની અસર જોઇ શકાય છે, ગત વર્ષ કરતા આ વર્ષે કાર અને બાઇકનાં સેલમાં ઘણો ઘટાડો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે મર્સિડિઝ બેન્ઝની ડિમાન્ડમાં અચાનક જ વધારો જોવા મળ્યો હતો. આ ડિમાન્ડ જોઇ અન્ય કંપનીઓ પણ ચોંકી ગઇ હતી.
મર્સિડીઝ બેન્ઝ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દશેરાનાં પ્રસંગે ગુજરાત અને મુંબઇમાં કારની સૌથી વધુ માંગ રહી હતી. મર્સિડીઝ બેન્ઝની 125 થી વધુ કાર ફક્ત મુંબઈમાં જ ડિલીવરી કરવામાં આવી હતી, જે આજ દિન સુધીની સૌથી વધુ સંખ્યા છે. વળી, ગુજરાતમાં કંપનીની 74 કાર ડિલિવરી કરવામાં આવી છે.
આ વિશે માહિતી આપતા મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાનાં સીઈઓ માર્ટિન શ્વેંકે જણાવ્યું હતું કે, અમને દશેરા અને નવરાત્રીમાં મુંબઇ અને ગુજરાતનાં ગ્રાહકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ GLC અને GLE જેવા એસયુવી વાહનો સી અને ઇ ક્લાસ સેડાન સાથે સપ્લાય કર્યા છે. “તેમણે વધુમાં કહ્યું કે અમને 2018 માં આવો જ પ્રતિસાદ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઘણા લોકો આ ધૂમ વેચામ પર કહે છે કે, જ્યારે ઓટો સેક્ટરમાં મંદીનાં કાળા વાદળો છવાયેલા દેખાઇ રહ્યા છે ત્યારે મર્સિડિઝ બેન્ઝની કારોની ડિમાન્ડ અચાનક જ વધવી તે એક ચમત્કારથી વિશેષ ન ગણી શકાય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
