વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકાને 203 રનથી હરાવ્યા બાદ હવે ભારત 10 ઓક્ટોબરથી પુણેમાં પ્રવાસી ટીમનો સામનો કરશે. આ મેચમાં વિરાટ કોહલીની સેના ત્રણ મેચોની સીરીઝ 2-0થી જીતવાના ઇરાદાથી મેદાને ઉતરશે.
મેચ પહેલા ભારતીય પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગનાં અંદાજ મુજબ મેચ દરમિયાન પાંચ દિવસ પુણેમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પુણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. આવી સ્થિતિમાં મેચ દરમિયાન વરસાદ પડે તેવી પ્રબળ સંભાવનાઓ છે.
પુણેનાં ગ્રાઉન્ડ સ્ટાફનું કહેવું છે કે વરસાદ બંધ થયા પછી 15 થી 20 મિનિટનાં ગાળામાં ફરી એકવાર મેચ યોજવાની તેમની પાસે ક્ષમતા છે. આ કારણ છે કે પુણે ગ્રાઉન્ડની જમીન રેતાળ છે, જે પાણીને ઝડપથી શોષી લે છે. જો કે, મેચ રદ કરવામાં આવે તો પણ, બંને ટીમોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ 13-13 પોઇન્ટ આપવામાં આવશે.
ભારત ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 160 પોઇન્ટ સાથે ટોચનાં સ્થાને છે. આ પછી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બીજા અને ત્રીજા સ્થાને 60-60 પોઇન્ટ સાથે છે. 56-56 પોઇન્ટની સાથે ઓસ્ટ્રેલિયા ચોથા અને ઇંગ્લેન્ડ પાંચમાં ક્રમાંકે છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ હજી સુધી એક પણ મેચ રમ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
