ઓહિયોના કોલમ્બસની નેશનવાઇડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સંશોધકોએ બાળકોને સવારે ઉઠાડવામાં ફાયર એલાર્મ કરતાં માતાના અવાજનું રેકોર્ડિંગ વધુ અસરકારક છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કર્યો હતો. માતાનો અવાજ ફાયર ચેતવણી વધુ અસરકારક છે. ટીમે આ પ્રયોગ પાંચથી 12 વર્ષની વચ્ચેના 176 બાળકો પર કર્યો હતો. તેમણે અધ્યયનમાં માતાના અવાજમાં ત્રણ અલાર્મ્સ અને કેટલાક પ્રમાણભૂત અન્ય એલાર્મ મૂક્યો. જેમાં સૂતા બાળકો હાઇ-પિચ એલાર્મ કરતા માતાના અવાજથી જાગવાની સંભાવના વધુ હતી.
આ સાથે, સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે જે લોકો માતાના અવાજથી જાગે છે તે બેડરૂમમાંથી 18 થી 28 સેકન્ડ માં જ ભાગી છૂટયા હતા. અન્ય એલાર્મથી ઉઠેલા બાળકોને બહાર નીકળવામાં 5 મિનિટનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત, હોસ્પિટલના ડિરેક્ટર માર્કે જણાવ્યું હતું કે “એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે ઊંઘતી વખતે બાળકો કોઈપણ અવાજથી જગવા માટે અસમર્થ હોય છે. અધ્યયનમાં, સંશોધનકારોએ એ પણ શોધવાનો પ્રયાસ કર્યો કે શું બાળકોના નામ એલાર્મમાં શામેલ કરવાથી કોઈ ફરક પડે છે ? તો તેના પગલે બાળકને કોઈ ફરક પડતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
