Not Set/ 35 વર્ષ જુનું મમ્મીનું પાનેતર પહેરી ઇશાએ કર્યા લગ્ન

મુંબઇ, ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન મુંબઈના એન્ટીલિયામાં એકદમ ધામધુમથી સંપન્ન થયા.આ મેરેજના અનેક ફોટા અને વીડીયો સામે આવ્યાં છે જેમાં ઇશા અંબાણીના લગ્નના પાનેતરના ભરપુર વખાણ થયા છે.પીંક કલરના આ લગ્નના જોડામાં ઇશા સિમ્પલ પણ સુંદર લાગતી હતી. મુકેશ અંબાણીની દીકરી ઈશા તથા આનંદ પીરામલ પારંપરિક ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. ઈશા જ્યારે […]

Uncategorized

મુંબઇ,

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન મુંબઈના એન્ટીલિયામાં એકદમ ધામધુમથી સંપન્ન થયા.આ મેરેજના અનેક ફોટા અને વીડીયો સામે આવ્યાં છે જેમાં ઇશા અંબાણીના લગ્નના પાનેતરના ભરપુર વખાણ થયા છે.પીંક કલરના આ લગ્નના જોડામાં ઇશા સિમ્પલ પણ સુંદર લાગતી હતી.

મુકેશ અંબાણીની દીકરી ઈશા તથા આનંદ પીરામલ પારંપરિક ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. ઈશા જ્યારે માયરામાં આવી ત્યારે ચારેભાઈઓએ ચુંદડી પકડી રાખી હતી અને ઈશા શરમાતી શરમાતી લગ્નમંડપમાં આવી હતી. આગળ આકાશ-અનંત ચાલતો હતો અને પાછળ કાકાના દીકરા જય અંશુલ તથા જય અનમોલ હતાં

મેરેજ સમયે ઈશા અને આનંદે આ ખાસ અવસરે કોર્ડિનેટેડ આઉટફિટ પહેર્યું હતું. પરંતુ શું તમને ખબર છે કે ઈશાએ આ દરમિયાન કોઈ સ્ટાઈલિશ આઉટફિટ પહેરવાના બદલે પોતાની મમ્મીનું 35 વર્ષ જુનું લગ્નનું પાનેતર પહેર્યું હતું. પોતાની જિંદગીના આ ખાસ અવસરે ઈશાએ નીતા અંબાણીનું પાનેતર પહેરીને સૌ કોઈને ચોંકાવી દીધા.

ગુજરાતી સ્ટાઇલનું આ પાનેતર સિમ્પલ તો હતું જ સાથે સાથે જાજરમાન લાગતું હતું.ઈશાએ પોતાના લગ્નમાં પહેરાલા ક્રિમ કલરના ઘરચોળામાં સુંદર એમ્બ્રોડરી સાથે મુઘલાઈ જાળી, ફ્લોરલ પેનલ ઉપરાંત સૌથી બેસ્ટ જરદોઈ, વસલી અને નક્સી વર્ક કરવામાં આવ્યું હતું. લગ્નના આઉટફીટમાં ઈશાએ ઘરચોળા સાથે ખભા પર તેની મમ્મી નીતા અંબાણીનું પાનેતર મૂક્યું હતું.

રિપોર્ટ્સ મુજબ ઈશાના આ આઉટફીટને અબુ જાની અને સંદીપ ખોલસાએ ડિઝાઈન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજથી 35 વર્ષ પહેલા મુકેશ-નીતા અંબાણીના લગ્ન સમયે નીતા અંબાણીએ આ જ પાનેતર પહેર્યું હતું. ત્યારે દીકરી ઈશાએ પણ પોતાના લગ્નમાં મમ્મીની યાદગીરી સમાન પાનેતર ધારણ કરીને ખાસ જૂની યાદો તાજી કરી દીધી હતી.