AFSPA/ AFSPA આખરે છે શું? આ કાયદો લાગુ થવાથી શું ફરક પડે , જાણીએ તેમના વિશે

કોઇપણ રાજ્ય કે કોઇપણ ક્ષેત્રમાં આ કાયદો ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે રાજ્ય કે કેન્દ્ર સરકાર તે ક્ષેત્રને અશાંત ક્ષેત્ર કે પછી ડિસ્ટર્બ્ડ એરિયા ઘોષિત કરે.

Uncategorized

નાગાલેન્ડમાંથી AFSPAને હટાવવાની કવાયત તેજ બની છે ત્યારે.ઘણા લોકોના મનમાં હજુ પણ એ સવાલ હશે કે AFSPA આખરે છે શું.. આ કાયદો લાગુ થવાથી શું ફરક પડે છે.. અને તેનો વિરોધ શા માટે થઇ રહ્યો છે.. તો ચાલો મેળવીએ આ તમામ સવાલોના જવાબ..

AFSPAનો કાયદો 11 સપ્ટેમ્બર 1958ના રોજ ઉપદ્રવ અસરગ્રસ્ત પૂર્વોત્તરમાં જરૂરી કાર્યવાહી માટે સેનાની મદદ કરવા બનાવવામાં આવ્યો. વર્ષ 1989ની આસપાસ જમ્મુ-કાશ્મીરમાં જ્યારે આતંકવાદ વધવા લાગ્યો ત્યારે 1990માં આ કાયદાને જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ કરી દેવાયો.

કોઇપણ રાજ્ય કે કોઇપણ ક્ષેત્રમાં આ કાયદો ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે રાજ્ય કે કેન્દ્ર સરકાર તે ક્ષેત્રને અશાંત ક્ષેત્ર કે પછી ડિસ્ટર્બ્ડ એરિયા ઘોષિત કરે.. આ કાયદો લાગુ થયા બાદ ત્યાં સેના કે પછી સશસ્ત્ર દળ મોકલવામાં આવે છે.AFSPA લાગુ થતાજ સેના કે સશસ્ત્ર દળોને કોઇપણ સંદિગ્ધ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર મળી જાય છે કેન્દ્ર કે પછી રાજ્ય દ્વારા કોઇપણ ક્ષેત્રને ત્યારે ડિસ્ટર્બ્ડ એરિયા ઘોષિત કરવામાં આવે છે જ્યારે તે વિસ્તારમાં નસ્લીય, ભાષાકીય, ધાર્મિક, ક્ષેત્રીય, કે પછી જાતિની વિભિન્નતાના આધાર પર સમુદાયો વચ્ચે મતભેદ વધી જાય છે.. ઉપદ્રવ થવા લાગે છે. એકવાર ડિસ્ટર્બ્ડ એરિયા ઘોષિત કર્યા બાદ ત્યાં સેના કે સશસ્ત્રદળોની તૈનાતી કરી દેવાય છે.

આ  પણ  વાંચો:Political / બાપુ વિરુદ્ધ ટિપ્પણીનો રાહુલે આપ્યો જવાબ, કહ્યુ- તમે મારા વિચારોને કૈદ નહી કરી શકો

જ્યાં AFSPA લાગુ હોય ત્યાં સેનાને કયા અધિકારો મળે છે તેના પર નજર કરીએ તો સેના કોઇપણ સંદિગ્ધ વ્યક્તિની કોઇપણ વોરંટ વગર ધરપકડ કરી શકે છે સશસ્ત્રદળો કોઇપણ વોરંટ વગર કોઇપણ ઘરની તલાશી લઇ શકે છે.. અને આ માટે જરૂરી બળનો ઉપયોગ પણ કરી શકે છે જો કોઇ વ્યક્તિ અશાંતિ ફેલાવે છે.. વારંવાર કાયદો તોડે છે તો તેને મૃત્યુ પહોંચાડવા સુધીનું બળ પ્રયોગ સશસ્ત્રદળો કરી શકે છે જો સશસ્ત્રદળોને આશંકા હોય કે વિદ્રોહી કે ઉપદ્રવી કોઇ ઘર કે પછી કોઇ બિલ્ડીંગમાં છુપાયેલા છે તો તેઓ તે આશ્રય સ્થાન અથવા ઇમારતને નષ્ટ કરી શકે છે કોઇપણ વાહનને રોકીને તેની તલાશી લઇ શકે છે જો સશસ્ત્રદળો દ્વારા કોઇ ખોટી કાર્યવાહી થઇ જાય તો પણ તેમની સામે કાયદેસર કોઇ પગલા લઇ શકાતા નથી .

આ પણ  વાંચો:બેદરકારી / બોટાદમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ, કોરોનાને આપવામાં આવ્યું આમંત્રણ

ઘણીવાર સુરક્ષાદળો પર આ એક્ટનો દુરુપયોગ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.. આ આરોપ નકલી એન્કાઉન્ટર , યૌન ઉત્પીડન વગેરે મામલાને લઇને લાગી ચૂક્યા છે.. આ કાયદો માનવધિકારોનું ઉલ્લંઘન કરતો હોવાની પણ દલીલ છે.  AFSPAની તુલના અંગ્રેજોના સમયના રૌલટ એક્ટ સાથે કરવામાં આવે છે કારણ કે આમાં પણ કોઇપણ વ્યક્તિની માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકાય છે. આ જ કારણ છે કે આ કાયદાને હટાવવાની માંગ તમામ એનજીઓ અને સામાજિક કાર્યકર્તાઓ કરતા આવ્યા છે.

હાલ અસમ, જમ્મુ-કશ્મીર, નાગાલેન્ડ અને ઇમ્ફાલ ક્ષેત્રને છોડીને સમગ્ર મણીપુરમાં AFSPA લાગુ છે. અરૂણાચલ પ્રદેશના તિરાપ, છાંગલાંગ અને લાંગડિંગ જિલ્લામાં તેમજ અસમ સાથે જોડાયેલી સીમા પર લાગુ છે AFSPA આ ઉપરાંત મેઘાલયમાં પણ અસમ સાથે જોડાયેલી સીમાઓ પર આ કાયદો લાગુ કરાયો છે.