ગોળીબાર/ અમેરિકાના વોશિંગ્ટન સહિત બે શહેરોમાં બંદૂકધારીનો ગોળીબાર,સાત લોકોનાં મોત

પ્રથમ ઘટના ડાઉનટાઉન નેબ્રાસ્કામાં અનાજના વેરહાઉસમાં બની હતી જ્યાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે બીજી ઘટના વોશિંગ્ટનના ટાકોમા સિટીમાં બની હતી, જેમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ હતી.

Top Stories World
AMERICA 1 અમેરિકાના વોશિંગ્ટન સહિત બે શહેરોમાં બંદૂકધારીનો ગોળીબાર,સાત લોકોનાં મોત

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે, બે જગ્યાએ ફાયરિંગની ઘટનાઓ બની જેમાં કુલ સાત લોકોના મોત થયા. ગોળીબારની પ્રથમ ઘટના ડાઉનટાઉન નેબ્રાસ્કામાં અનાજના વેરહાઉસમાં બની હતી જ્યાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે બીજી ઘટના વોશિંગ્ટનના ટાકોમા સિટીમાં બની હતી, જેમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ હતી.

નેબ્રાસ્કામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ટાકોમા સિટીમાં ચાર લોકોના મોત થયા છે,નેબ્રાસ્કા સ્ટેટ પેટ્રોલે અહેવાલ આપ્યો હતો કે મેક્સ હોસ્કિન્સન (61), એક વેરહાઉસ કામદારને કાઢી મૂકવામાં આવ્યો હતો. તે બપોરે 2 વાગ્યાની આસપાસ બંદૂક લઈને આવ્યો હતો અને ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક કાર્યકરે હોસ્કિન્સન પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું પણ મોત થયું હતું.

આ ઘટના નેબ્રાસ્કાના સુપિરિયર સિટીમાં ‘એગારેક્સ એલિવેટર’ નામના વેરહાઉસમાં બની હતી. બીજી ઘટના ટાકોમા સિટીમાં બની હતી જ્યાં ગોળીબારની ઘટનામાં બે મહિલાઓ અને એક પુરૂષના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

મેક્સિકોના કેરેબિયન શહેર તુલુમમાં એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર દરમિયાન એક ભારતીય સહિત બે વિદેશી નાગરિકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. મૃતકોમાં એક મહિલા જર્મની અને બીજી ભારતની હતી. ઘાયલોમાં બે જર્મન અને એક નેધરલેન્ડનો નાગરિક છે. ડ્રગ ડીલરોના બે જૂથો વચ્ચેની લડાઈને કારણે આ ગોળીબાર થયો હતો.