જ્યારે પણ રસ્તા પર કોઈ ઝઘડો થાય છે અથવા કોઈ ઘટના બને છે ત્યારે લોકો તેમના બધા કામ છોડી દે છે અને બસ ત્યાં જ રોકાઈ જાય છે અને દૃશ્યનો આનંદ માણવાનું શરૂ કરે દેતા હોય છે, તમને જેસીબી દ્વારા કરવામાં આવેલી ખુડાઇ યાદ હશે. રસ્તો તો ઠીક, આ મુદ્દો ટ્વિટર પર પણ એકદમ ટ્રેંડ થયો હતો, પરંતુ હવે અમેરિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. જેને જોતા તમને ટાઇટેનિક જહાજની યાદ આવી જશે.
આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં પિટ્સબર્ગમાં એક બસ અચાનક ખાડામાં પડી ગઈ હતી. બસ જ્યારે ખાડામાંથી બહાર કાઠવામાં આવી રહી હતી, ત્યારથી જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ જોયા પછી જેસીબીનાં ખોદકામને યાદ કરી રહ્યા છે, લોકો વિચારી રહ્યા છે કે જો તેમના દેશમાં આ ઘટના બની હોત તો શું થયું હોત? પ્રથમ, બસની આવી સ્થિતિ ન હોત, બીજું તે જોવા માટે લોકોનું ટોળુ ત્યા આવી ગયુ હોત અને ત્રીજુ એમ્બ્યુલન્સ અડધો કલાક મોડી આવી હોત.
તમારી માહિતી માટે આપને જણાવી દઈએ કે બસ ખાડામાં પડી ત્યારે બસની અંદર એક મહિલા પેસેન્જર હતી. તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી છે. આ અકસ્માતમાં ડ્રાઇવરને કોઈ ઈજા પહોંચી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.