Not Set/ #CoronaEffect/ ઈરાનમાં અંધવિશ્વાસે લીધો 700 થી વધુ લોકોનો જીવ, 90 લોકોએ ગુમાવી દ્રષ્ટી

ફેક ન્યૂઝ એ કોરોના સંકટમાં સૌથી મોટી સમસ્યા બની રહ્યુ છે. તમામ દેશોમાં, કોરોના સામેની લડતમાં નકલી સમાચારો, અફવાઓ અને અંધશ્રદ્ધા એક મોટો અવરોધ છે. ઈરાનમાં અફવાઓથી 700 થી વધુ લોકો માર્યા ગયા છે. જણાવી દઇએ કે, લોકો ખોટી માન્યતાને કારણે ઝેરી મેથનોલ પી રહ્યા હતા, જેના કારણે 700 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. […]

World
e1acd45846853498e69494a2cc124130 #CoronaEffect/ ઈરાનમાં અંધવિશ્વાસે લીધો 700 થી વધુ લોકોનો જીવ, 90 લોકોએ ગુમાવી દ્રષ્ટી

ફેક ન્યૂઝ એ કોરોના સંકટમાં સૌથી મોટી સમસ્યા બની રહ્યુ છે. તમામ દેશોમાં, કોરોના સામેની લડતમાં નકલી સમાચારો, અફવાઓ અને અંધશ્રદ્ધા એક મોટો અવરોધ છે. ઈરાનમાં અફવાઓથી 700 થી વધુ લોકો માર્યા ગયા છે. જણાવી દઇએ કે, લોકો ખોટી માન્યતાને કારણે ઝેરી મેથનોલ પી રહ્યા હતા, જેના કારણે 700 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ લોકોમાં એવા સમાચાર ફેલાયા હતા કે મેથનોલ પીવાથી કોરોના વાયરસ નાબૂદ થાય છે, ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોએ તેને પીવાનું શરૂ કર્યું.

ઈરાનનાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, મેથનોલ પીવાથી થયેલી આ અત્યાર સુધીની સૌથી વધુ મૃત્યુ છે. મૃત્યુઆંકમાં પણ તફાવત છે કારણ કે આશરે 200 લોકો હોસ્પિટલની બહાર મૃત્યુ પામ્યા છે, જેમાંથી કેટલાકનું મોત ઝેરી દારૂ પીવાથી થયું છે. છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. અધિકારીઓએ કહ્યું કે 20 ફેબ્રુઆરીથી 7 એપ્રિલની વચ્ચે, ઝેરી દારૂનાં કારણે 728 લોકોનાં મોત થયાં. ગયા વર્ષે, ઝેરનાં કારણે 66 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઈરાન આરોગ્ય મંત્રાલયનાં પ્રવક્તા કાયનોશ જોહાનપોરે કહ્યું કે, 20 ફેબ્રુઆરીથી ઝેરી મેથનોલ પીવાથી 525 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે કુલ 5,011 લોકોએ ઝેરી મેથનોલનું સેવન કર્યું છે. જેના કારણે 90 લોકોની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ છે. અંતિમ અહેવાલ આવે ત્યારે આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે. જણાવી દઇએ કે, ઈરાન કોરોના વાયરસથી મધ્ય પૂર્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 5,806 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 91,000 થી વધુ લોકો ચેપગ્રસ્ત છે.

આપને જણાવી દઇએ કે, મેથનોલની ગંધ અથવા તેના સ્વાદથી ખ્યાલ નથી આવી શકતો, આ જ કારણ છે કે તેના દુષ્પ્રભાવ મોડેથી ખ્યાલ આવે છે. તે અંગો પર અસર કરે છે, મગજને ખરાબ રીતે અસર કરે છે. આ પીવાથી છાતીમાં દુખાવો, આંખોથી ઓછુ દેખાવવું જેવા લક્ષણો થાય છે. ઈરાનમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, મેથનોલ બનાવતી વખતે તેમાં કૃત્રિમ રંગ ઉમેરવો જોઈએ જેથી લોકો તેને ઓળખી શકે અને ઇથનોલ અને મેથનોલ વચ્ચેનો તફાવત સમજી શકે. ઇથનોલનો ઉપયોગ વાગ્યુ હોય તેને સાફ કરવા માટે કરવામાં આવે છે અને તે આલ્કોહોલમાં પણ જોવા મળે છે, પરંતુ ઈરાનમાં તેના પર પ્રતિબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.