Not Set/ બુદ્ધિસ્ટ સર્કિટને પ્રવાસન સાથે જોડવામાં આવશે

જાપાનના વડા પ્રધાનની ગુજરાતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે, પણ સાથોસાથ અન્ય કેટલાક પ્રોજેક્ટ પણ જાપાનના સહયોગથી ગુજરાતમાં થયા છે. તેમાં એક બુદ્ધિસ્ટ સર્કિટ પણ છે. બુદ્ધિસ્ટ સર્કિટ એટલે ગુજરાતમાં બુદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સ્થળોની ઓળખ અને તેમની સાથે પ્રવાસનને જોડવું. ગુજરાતમાં એકથી વધારે જગ્યાએ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ છે તથા જૂનાગઢમાં અશોક શીલાલેખ […]

World
temples of phuket બુદ્ધિસ્ટ સર્કિટને પ્રવાસન સાથે જોડવામાં આવશે

જાપાનના વડા પ્રધાનની ગુજરાતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે, પણ સાથોસાથ અન્ય કેટલાક પ્રોજેક્ટ પણ જાપાનના સહયોગથી ગુજરાતમાં થયા છે. તેમાં એક બુદ્ધિસ્ટ સર્કિટ પણ છે. બુદ્ધિસ્ટ સર્કિટ એટલે ગુજરાતમાં બુદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સ્થળોની ઓળખ અને તેમની સાથે પ્રવાસનને જોડવું. ગુજરાતમાં એકથી વધારે જગ્યાએ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ છે તથા જૂનાગઢમાં અશોક શીલાલેખ સહિતના અવશેષો પણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર આસપાસ પણ બૌદ્ધ અવશેષો મળ્યા છે. એક જમાનામાં અહીં વિશાળ બૌદ્ધ વિહાર હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની નજીક વિશાળ બૌદ્ધ વિહારમાં હજારો સાધુઓ રહેતા હતા તેવું વર્ણન ચીની યાત્રાળુ હ્યુ એન સંગે કરેલું છે. વડનગર આસપાસના વિસ્તારમાં અને તારંગા હિલ પર ખોદકામ દરમિયાન ઘણા પ્રાચીન અવશેષો પણ મળ્યા છે. તેના કારણે બુદ્ધિસ્ટ સર્કિટનું આ એક અગત્યનું પ્રવાસન સ્થળ છે. એ જ રીતે જૂનાગઢનો અશોકનો શીલાલેખ જાણીતો છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તે પછી તેમણે સુશાસન માટે પ્રયાસો કરેલા અને આવા શીલાલેખો ઠેર ઠેર ઊભા કરાવેલા.જૂનાગઢ ઉપરાંત નજીકના ગોંડલ તાલુકામાં પણ ખંભાલિડા જાણીતું બન્યું છે. અહીં ખૂબ પ્રાચીન એવી બૌદ્ધ ગુફાઓ મળી આવી છે. આ ગુફાઓ ૧૭૦૦થી ૧૮૦૦ વર્ષ જૂની છે. સભામંડપો અને ચૈત્યગૃહો અહીં હશે તેમ લાગે છે. ગુફાના પૂર્વદ્વારની બંને બાજુએ ઊંચા કદની મૂર્તિઓ છે. ખંડીત હાલતમાં આ મૂર્તિઓ પદ્મપાણિ અવલોકિતેશ્વરની અને વજ્જપાણિની છે.તળાજામાં પણ ડુંગર પર ગુફાઓ આવેલી છે, જેનો ઉપયોગ બૌદ્ધ સાધુઓ કરતા હતા. ઉત્તર ગુજરાતમાં શામળાજી નજીક દેવની મોરી જાણીતી છે. ત્યાં પણ બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે. ભરૂચ નજીક કડિયા ડુંગર પર પણ બૌદ્ધ અવશેષો મળ્યા છે. કચ્છમાં પણ સિયોટ ગુફાઓ આપેલી છે.આ બધા જ સ્થળોએ બૌદ્ધ અવશેષો છે તેને પ્રવાસન તરીકે વિકસાવવા માટે યોજના તૈયાર થઈ છે. આ યોજના વિશે પણ જાપાનના પીએમની મુલાકાત વખતે ચર્ચા થશે અને વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષી શકાય તે માટે કોશિશ થશે.