Not Set/ કોરોના વાયરસ/ ચીનમાં ખૂટ્યા માસ્ક…!! ભારત પાસે માગ્યાં ડિસ્પોઝેબલ માસ્ક

ચીનમાં કોરોનાં વાયરસનાં કારણે હાહાકાર પ્રથમવારે ચીને ભારત પાસે માંગ્યા માસ્ક ચાર ગણી માસ્કની માંગ કરી રહ્યુ છે ચીન ચીનમાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેનાં કારણે  જે દેશે આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવી છે, તેવુ ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શકતું નથી. પહેલી વાર એવું બન્યું છે ચીને […]

Gujarat Others Business
bapu 4 કોરોના વાયરસ/ ચીનમાં ખૂટ્યા માસ્ક...!! ભારત પાસે માગ્યાં ડિસ્પોઝેબલ માસ્ક
  • ચીનમાં કોરોનાં વાયરસનાં કારણે હાહાકાર
  • પ્રથમવારે ચીને ભારત પાસે માંગ્યા માસ્ક
  • ચાર ગણી માસ્કની માંગ કરી રહ્યુ છે ચીન

ચીનમાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેનાં કારણે  જે દેશે આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવી છે, તેવુ ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શકતું નથી. પહેલી વાર એવું બન્યું છે ચીને પોતાની જરૂરિયાત માટે ભારત પાસે માસ્કની ખરીદી શરુ કરી છે. આનો સીધો ફાયદો ગુજરાતના માસ્ક ઉત્પાદકોને મળ્યો છે.

Image result for disposable mask

હાલમાં લાખોની સંખ્યામાં માસ્કની ડિમાન્ડ ચીન ભારત પાસે કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી હાલમાં રોજના 5 લાખથી વધુ ડિસ્પોઝેબલ માસ્કની ચીનમાં નિકાસ થઈ રહી છે. સામાન્ય સમયમાં જેટલા માસ્કનું ઉત્પાદન થતુ હતુ તે વધીને ચાર ગણુ થઇ ગયુ છે.

વિશ્વમાં અનેક દેશોમાં અત્યારે કોરોનાં વાયરસનાં કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આ વાયરસ વધુ ન ફેલાય તે માટે વપરાતા માસ્કની માંગ સૌથી વધુ ચીનમાં વધી છે જેથી અમદાવાદનાં માસ્ક બનાવતી અને એક્સપોર્ટ કરતી કંપની પાસે ચીને લાખોની સંખ્યામાં માસ્કની માંગ કરતા માસ્કનાં વેપારમાં ચાર ગણો વધારો થયો છે.

Image result for disposable mask

ગુજરાતમાંથી હાલમાં રોજના 5 લાખથી વધુ ડિસ્પોઝેબલ માસ્કની ચીનમાં નિકાસ થઈ રહી છે. સામાન્ય સમયમાં જેટલા માસ્કનું ઉત્પાદન થતુ હતુ તે વધીને ચાર ગણુ થઇ ગયુ છે. ચીનની માસ્કની માંગને પુરી કરવા ગુજરાતના કારખાનાઓમાં મજૂરો ડબલપાળીમાં કામ કરી રહ્યા છે. પરંતુ મશીનરીઓ ઓછી હોવાથી ચીનની માસ્કની માંગ પુરી કરી શકાઇ નથી. જેથી આ માટે રાજ્ય સરકાર પણ ઉદ્યોગોને મદદ કરે તેવી ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.