Bhavnagar News/ કોળી યુવક હુમલા કેસમાં SIT એક્શનમાં! મહિલા PI ડાંગર હાજર, પટેલ ગેરહાજર

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SIT ની તપાસ તેજ થઈ છે. મહિલા PI ડી.વી. ડાંગર આજે નિવેદન આપવા હાજર થયા હતા.

Others Top Stories Gujarat Breaking News
SIT

Bhavnagar Koli Youth Attack Case : સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવનાર બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની તપાસ હવે વેગીલી બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ આજે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.વી. ડાંગર હાજર થયા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા બે પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, જે પૈકી આજે એક PI હાજર રહ્યા હતા.

SIT સમક્ષ નિવેદન નોંધાવવાની પ્રક્રિયા શરૂ

બગદાણા મામલે તપાસ કરી રહેલી SIT દ્વારા ચાર દિવસ પહેલા બે PI ને હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. આ આદેશને પગલે આજે 17 જાન્યુઆરીના રોજ મહિલા PI ડી.વી. ડાંગર આઈજી (IG) કચેરી ખાતે પોતાનો જવાબ લખાવા આવી પહોંચ્યા હતા.. આ કેસમાં પોલીસની ભૂમિકા અને તપાસની દિશાને લઈને SIT ગંભીરતાથી પૂછપરછ કરી રહી છે.

PI કે.એસ. પટેલ હજુ સુધી હાજર થયા નથી

SIT એ મહિલા PI ડી.વી. ડાંગરની સાથે PI કે.એસ. પટેલને પણ હાજર થવા માટે સૂચના આપી હતી. જોકે, પ્રાપ્ત વિગતો મુજબ PI કે.એસ. પટેલ હજુ સુધી SIT સમક્ષ હાજર થયા નથી. આગામી સમયમાં તેઓ પણ પોતાનો જવાબ રજૂ કરવા હાજર થાય તેવી શક્યતા છે.

પાલિતાણાના વધુ એક શખ્સની ધરપકડ

નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં પોલીસની તપાસનો વ્યાપ વધતા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં પાલિતાણાના સાજણાસર ગામના સંજય ચાવડાનું નામ ખુલ્યું હતું, જેને આધારે પોલીસે તેની અટકાયત કરી છે. આ સાથે જ હુમલાના આ ચકચારી કેસમાં ધરપકડનો કુલ આંકડો હવે 10 પર પહોંચ્યો છે.

શરૂઆતમાં 8 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયા બાદ તપાસમાં શિથિલતાના આક્ષેપો થતા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. SIT ની સઘન તપાસમાં અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા સહિત રાજુ ભમ્મર, આતું ભમમર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા અને ભીખા કાળિયા જેવા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે અન્ય કડીઓ મેળવવા વધુ તપાસ ચલાવી રહી છે.

શું હતો સમગ્ર મામલો?

ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા પર થયેલા ઘાતકી હુમલાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ મામલાની ગંભીરતાને જોતા ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવીને હાજર થવાના આદેશથી આ કેસમાં કોઈ મોટા ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બગદાણામાં કોળી સમાજની વ્યક્તિ પર હુમલાને લઈ હીરા સોલંકીની ગર્જના

આ પણ વાંચો: બગદાણામાં હાઈવોલ્ટેજ ડ્રામા! નવનીત બાલધિયાને ન્યાય અપાવવા 4 યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં