Junagadh News/ જૂનાગઢમાં 12 વર્ષની દિકરી સાથે સગા બાપે દુષ્કર્મ આચર્યું, પત્નીને છુટાછેડા આપ્યાના દોઢ મહિનામાં જ પોત પ્રકાશ્યું

છેલ્લા દોઢ મહિનામાં પિતાએ દીકરીની નાદાનીનો લાભ લઈ 3-4 વખત દુષ્કર્મ આચર્યું હતું

Gujarat Top Stories
Beginners guide to 2025 03 31T180116.723 જૂનાગઢમાં 12 વર્ષની દિકરી સાથે સગા બાપે દુષ્કર્મ આચર્યું, પત્નીને છુટાછેડા આપ્યાના દોઢ મહિનામાં જ પોત પ્રકાશ્યું

Junagadh News : જૂનાગઢમાં 12 વર્ષની દિકરી પર સગા બાપે દુષ્કર્મ આચર્ય હતું. પત્નીને છુટાછેડાઆપ્યા બાદ આરોપીનું પોત પ્રકાશ્યું હતું. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકજ કરી છે. આ બનાવની વિગત મુજબજૂનાગઢના ભેસાણ તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાની 12 વર્ષની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. પત્નીને છૂટાછેડા આપ્યાના દોઢ મહિનામાં પોત પ્રકાશ્યું હતું અને 12 વર્ષીય દીકરીને ચાર વાર વાસનાનો શિકાર બનાવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

આરોપીના દોઢ મહિના પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ તેની 12 વર્ષની દીકરી અને 9 વર્ષનો દીકરો પિતા સાથે રહેતા હતા, જ્યારે માતા જૂનાગઢ તાલુકામાં પોતાના પિયરમાં રહેતી હતી.છેલ્લા દોઢ મહિનામાં પિતાએ દીકરીની નાદાનીનો લાભ લઈ 3-4 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, તે બંને બાળકોને મારઝૂડ પણ કરતો હતો. આખરે પીડિત દીકરીએ હિંમત કરીને પોતાની માતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

દીકરીની વ્યથા સાંભળી માતા તરત જ ભેસાણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલા પીઆઈ એફ.બી. ગગનીયાએ પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના જણાવ્યા મુજબ, પીડિત સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી તે આ આઘાતજનક ઘટનાથી બહાર આવી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના, રક્ષિતે કારને બ્રેક જ નહોતી મારી

આ પણ વાંચો:નડિયાદમાં હિટ એન્ડ રનની કરુણ ઘટના, રક્ષિત કાંડની જેમ જ નડિયાદમાં થયું અકસ્માત, યુવકનો ગયો જીવ

આ પણ વાંચો:દરેડ-મસીતીયા રોડ પર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ, 22 વર્ષીય યુવાનનું મોત