Rajkot News/ રાજકોટમાં પતિની શંકાને પગલે કંટાળીને પત્નીએ પોતાના બે વર્ષના બાળકની હત્યા કરી , મહિના પછી રહસ્ય ખુલ્યું

પતિને શંકા હતી કે, ભાનુનો કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ છે

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરતા હવે નવો ખુલાસો સામે આવ્યો છે.  જેમાં પતિની શંકાથી કંટાળીને બાળકની સગી માતાએ જ બાળકની હત્યા કરી દીધી હતી. રાજકોટમાં બેડી નજીક 23 ફેબ્રુઆરી કૂવામાંથી શંકાસ્પદ રીતે 2 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી ત્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરી આપસાપસના વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

અંતે એક મહિના બાદ થોરાળા પોલીસને આ મામલે સફળતા મળી હતી. જેમાં સામે આવ્યું કે, આ બાળક થોરાળાના ભારતનગરમાં રહેતી ભાનુબેન કીહલ નામની મહિલાનું હતું. તેણે પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તે પોતાના પતિને ફસાવવા માટે કાવતરૂ ઘડી રહી હતી. પરંતુ, પોલીસ તપાસમાં બાદમાં તેણે સત્ય હકીકતનો ખુલાસો કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભાનુબેનનો પતિ તેની સાથે બાળકને લઈને ઝઘડો કરતો હતો. તેના પતિને શંકા હતી કે, ભાનુનો કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ છે અને આ બાળક પણ પોતાનું નથી પરંતુ કોઈ પરપુરૂષનું છે. તે વારંવાર ભાનુબેન સાથે આ બાળક કોનું છે? એવું પૂછીને ઝઘડો કરતો હતો. આ કંકાસથી કંટાળી મહિલાએ પોતાના માસૂમ દીકરાની હત્યા કરી તેનો મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો અને પતિને દીકરો પ્રેમીને સોંપી દીધો હોવાનું જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી લાંચ લેનારો કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો:ડ્રાય સિટી ગુજરાતમાં દારૂની ‘ગિફ્ટ’, આ શહેરમાં 24 હજાર લિટર વિદેશી દારૂ અને બિયરનું વેચાણ

આ પણ વાંચો:ભરૂચમાં પોલીસના ત્રાસથી કર્યો આપઘાત, દારૂનો ધંધો કરવા મજબૂર કરવાનો આરોપ