ગુવાહાટી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વનડેમાં આતિશી ફટકાબાજી કરીને પોતાની કેરિયરની 36 મી સદી ફટકારી હતી. કોહલીએ 140 રન બનાવ્યા હતા અને તેણે 107 બોલમાં 21 ચોક્કા અને બે છક્કા લગાવ્યા હતા, જેના માટે તેને ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ક્રિકેટમાં બચ્યા છે કેટલાક વર્ષ

વેસ્ટઇન્ડિઝ સામે 8 વિકેટથી જીત મેળવ્યા પછી કોહલીએ એક મોટું નિવેદન કર્યું હતું. કોહલીએ એવું માન્યું છે કે, આ રમતનો આનંદ લેવા માટે હવે તેની પાસે કેટલાક વર્ષ જ બચ્યા છે.
કોહલીએ કહ્યું હતું કે, ‘આ રમતનો આનંદ લેવા માટે મારી કેરિયરમાં કેટલાક વર્ષ જ બચ્યા છે. દેશની માટે રમવું ગર્વ અને એક મોટું સન્માન છે. આપ કોઈ પણ રમતને હળવાશથી લેવાનું જોખમ ઉઠાવી શકતા નથી.’
કોહલીએ કહ્યું કે, ‘તમારે રમત પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ અને આ એ સમય છે કે જયારે રમત તમને વળતર આપે છે. હું એવું કરવાનો પ્રયાસ કરું છું. આ મારો અંગત વિચાર છે, કારણ કે, તમે ભારતની માટે રમી રહ્યા છો અને દરેક વ્યક્તિને આવું કરવાની તક મળતી નથી.’
રોહિતની સાથે બેટિંગ કરવું શાનદાર

વિરાટ કોહલીએ માન્યું છે કે, રોહિત શર્માની પિચ પર હાજરી રહેવાથી બેટિંગ કરવી વધુ સરળ બની જાય છે. કોહલીએ કહ્યું કે, ‘આ જીત અમારા ,માટે શાનદાર રહી છે. હું સમજુ છું કે, વેસ્ટઇન્ડિઝે પણ બહેતરીન બેટિંગ કરી અને 320 થી વધુનો લક્ષ્ય હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ અમે જાણતા હતા કે, જો એક મોટી સારી ભાગીદારી બની તો અમે મેચ જીતી જઈશું.’
કોહલીએ કહ્યું, ‘બીજા છેડે રોહિત ઉભો હોય તો બેટિંગ કરવી આસાન બની જાય છે. એવું ઘણી ઓછી વખત થયું છે કે, રોહિત ક્રિઝ પર હોય અને સામે ઉભેલો બીજો બેટ્સમેન ધીમી બેટિંગ કરે. ટોપ ત્રણ બેટ્સમેનોમાંથી મને એન્કર રોલ ભજવવો પસંદ છે, પરંતુ આજે હું મહેસૂસ કરી રહ્યો હતો અને હું રોહિતને કહી રહ્યો હતો કે, તે એન્કર રોલ નિભાવે.’ મારા પેવેલિયનમાં પરત ફર્યા બાદ તેણે (રોહિતે) ઝડપી બેટિંગ કરી હતી અને અંબાતી નાયડુએ એન્કર રોલ ભજવ્યો હતો.’

અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટઇન્ડિઝની સામે આ મેચમાં કોહલી અને રોહિતની વચ્ચે સારી જુગલબંધી જોવા મળી હતી અને બંને બેટ્સમેનોએ પોટ-પોતાના છેડેથી એક બીજાની બેટિંગની મોજ માણતા રહ્યા હતા. જો કે થોડા સમય અગાઉ બંનેની વચ્ચે અણબન હોવાના સમાચાર હતા, પરંતુ મેદાન પર બંનેની વચ્ચે એક સારી દોસ્તી જોવા મળી હતી.
