Lifestyle News/ દિવેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, ઘૂંટણની પીડા દૂર થશે, જાણો આયુર્વેદિક નુસખો

અહિં અમે તમને એક એવો નુસખો બતાવવા જઇ રહ્યાં છીએ કે જે કોઈ પણ જાતની આડઅસર વિના, કુદરતી રીતે સાંધાની પીડાથી રાહત મેળવવામાં

Trending Tips & Tricks Lifestyle

Food Lifestyle: આજના સમયમાં ઘૂંટણ અથવા સાંધાની પીડા ફક્ત વડીલો જ નહિં પરંતુ, યુવાનો માટે પણ એક ગંભીર સમસ્યા બનતી જાય છે! અનુચિત જીવનશૈલી, લાંબા સમય સુધી બેસીને કામ કર્યા કરવું અને એટલું ઓછું હોય એમ અનહૅલ્ધી ડાયટ!! આ તમામ બાબતો કારણભૂત છે કે, લોકો નાની ઉંમરમાં પણ સાંધાની પીડાથી પરેશાન રહેવા લાગ્યા છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો તો, આ લેખ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. અહિં અમે તમને એક અસરદાર નુસખો બતાવીશું, જે કોઈ પણ જાતની આડઅસર વિના કુદરતી રીતે સાંધાની પીડાથી રાહત મેળવવામાં તમારી મદદ કરી શકે છે. આયુર્વેદ નિષ્ણાત દ્વારા દર્શાવવામાં આવેલા આ ઉપાય વિશે હવે વિસ્તૃત રીતે જાણીશું.

શું છે આ લાજવાબ નુસખો?

આયુર્વેદ એક્સપર્ટ સાંધાના દુ:ખાવામાં રાહતસ્વરુપ, એવા એક અસરદાર લેપ વિશે જણાવતા કહે છે કે, એના પ્રયોગથી સાંધાની તમામ પ્રકારની પીડાથી રાહત મળી શકે છે અને વળી તમે એને ઘરે જ બનાવી શકો છો. આ માટે તમને ફક્ત 4 ચીજવસ્તુઓની જરુર પડશે અને એ ચારેય તમને આસાનીથી તમારા રસોડામાંથી જ મળી રહેશે.

સામગ્રી

1 ચમચી દિવેલ
1 ચમચી મધ
1 ચમચી તજ પાઉડર
1 ટ્યૂબ ચૂનો

લેપ બનાવવાની વિધિ

સૌપ્રથમ એક સ્વચ્છ વાડકામાં એક પછી એક તમામ સામગ્રી નાખો.
હવે એમને સારી રીતે મિક્સ કરી લો.
અહિં એ ધ્યાન રાખવું કે પેસ્ટ બહુ જાડી અથવા પાતળી ન બની જાય, કેવળ એ સારી રીતે ફેલાઇ શકે એટલી જ ઘટ્ટ રાખવી.

લેપ શી રીતે લગાવવો?

જે ઘૂટણ અથવા તો સાંધામાં પીડા હોય એની ઉપર આ લેપનું એક પાતળું લૅયર લગાવી લેવું.

ત્યારબાદ, લેપને એક મુલાયમ સુતરાઉ કાપડનો પાટો બાંધીને ઢાંકી દો.

એને 8 થી 10 કલાક અથવા તો આખી રાત એમ જ રહેવા દો.

સવારે પાટો ખોલીને નવશેકા પાણીથી ધીરે-ધીરે સાફ કરો.

આ નુસખાનો શો ફાયદો છે?

આયુર્વેદ નિષ્ણાત જણાવે છે કે, દિવેલ અને તજ, આ બંને વસ્તુઓ આપણા શરીરમાં ગરમાવો લાવીને બ્લડ સર્ક્યુલેશનને સક્રિય કરે છે. એનાથી સોજા અને પીડા ઓછી થાય છે.

આ ઉપરાંત, મધમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે, ઘૂંટણોના સોજા અને પીડાને લીધે વારંવાર ઉઠતા સણકાને શાંત કરે છે.

આ લેપ તમારા માટે અત્યંત ફાયદાકારક છે અને જણાવેલી રીત પ્રમાણે તમે પણ તેને અજમાવી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!