Auto/ કર્મચારીઓને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે આ કંપની આપશે 3 લાખનું ઇન્સેન્ટિવ

આજે પેટ્રોલ અને ડીઝલનાં વધી ગયેલા ભાવનાં કારણે લોકો તેના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વાહનને પસંદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોની વાત કરીએ તો તેના માટે આજે પણ કાર ખરીદવી એ સપનું છે.

Tech & Auto
ઈલેક્ટ્રિક વાહનો ખરીદશો તો થશે લાભ

આજે પેટ્રોલ અને ડીઝલનાં વધી ગયેલા ભાવનાં કારણે લોકો તેના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વાહનને પસંદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોની વાત કરીએ તો તેના માટે આજે પણ કાર ખરીદવી એ સપનું છે, પરંતુ આ સપનાની વચ્ચે વાહનોની વધતી કિંમતો અને પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી હંમેશા અડચણરૂપ બની છે.

ઈલેક્ટ્રિક વાહનો ખરીદશો તો થશે લાભ

આ પણ વાંચો – Rolls Royce / Rolls-Royce લાવી રહ્યું છે પ્રથમ ઇલેક્ટ્રિક કાર Specter EV, લક્ઝરી રહેશે યથાવત, જુઓ ક્યારે લોન્ચ થશે

આ દરમ્યાન એક ભારતીય કંપની પોતાના કર્મચારીઓનાં સપનાને સાકાર કરવા આગળ આવી છે. નવા વર્ષની ભેટ તરીકે, આ કંપનીએ તેના કર્મચારીઓને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે 3 લાખનાં ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે. આ કંપની દેશનાં ટોચનાં કોર્પોરેટ ગૃહોમાંની એક છે. JSW ગ્રૂપે આ પોલિસી 1 જાન્યુઆરીથી લાગુ કરી છે. JSW ગ્રુપની આ નીતિ સમગ્ર ભારતમાં હાજર કંપનીનાં તમામ કર્મચારીઓને લાગુ પડશે. એટલે કે આ કંપનીનાં તમામ કર્મચારીઓ આ પોલિસીનો લાભ લઈ શકે છે. મુંબઈ સ્થિત મલ્ટિ-બિલિયન ડૉલર સમૂહ JSW ગ્રૂપે, ભારતનાં રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDC) અને ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) નાં સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સિનેરિયો (SDS) સાથે જોડાણમાં, સમગ્ર ભારતમાં તેના કર્મચારીઓ માટે તેના યોગદાનની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે, તાજેતરની હરિત પહેલ JSW ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી દ્વારા રજૂ કરવામાં આવી છે.

ઈલેક્ટ્રિક વાહનો ખરીદશો તો થશે લાભ

આ પણ વાંચો – મોંઘવારીનો માર / નવા વર્ષથી Ola, Uber અને ઓટોની સવારી તમારી પોકેટને પડશે ભારે

JSW ગ્રુપની EV પોલિસી હેઠળ કર્મચારીઓ 2 અથવા 4 વ્હીલર ઈલેક્ટ્રિક વાહનો ખરીદી શકે છે. ઈલેક્ટ્રિક વાહનો માટે કંપનીનાં કર્મચારીઓ માટે તમામ JSW ઓફિસો અને પ્લાન્ટ્સ પર ફ્રી ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ સ્લોટ આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, આ પોલિસીનો ઉદ્દેશ્ય કામદારોમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે.