Ahmedabad/ “તને બે દિવસનો ટાઈમ આપુ છુ, મારી સાથે નહિ આવે તો તને જાનથી મારી નાખીશ” નિકોલમાં મહિલા સાથે છેડતી

નિકોલમાં લીલાનગર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે

Ahmedabad Gujarat
A 5 “તને બે દિવસનો ટાઈમ આપુ છુ, મારી સાથે નહિ આવે તો તને જાનથી મારી નાખીશ” નિકોલમાં મહિલા સાથે છેડતી

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ શહેરમાં મહિલાઓ સાથે છેડતીની ધટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને જાણે કે અસામાજીક તત્વોને પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તેમ બેફામ બન્યા છે.શહેરનાં નિકોલમાં લીલાનગર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે.યુવતી તેનાં ઘર નજીક જ સીલાઈકામનું કામ કરે છે અને સાંજે રિષેશમાં ઘરે ચા-નાસ્તો કરવા જતી હોય છે.ત્યારે યુવતીનાં વિસ્તારમાં જ રહેતા કાળુ ભાલીયા નામનો યુવક છેલ્લાં 10 દિવસથી યુવતીનો પીછો કરી તેને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા અને યુવતીનો મોબાઈલ નંબર માંગતો હતો.યુવતીએ ના પાડતા આ શખ્સ યુવતીની છેડતી પણ કરતો હતો.યુવતીનાં પિતા ન હોવાથી ઘરની આર્થીક સ્થિતી સારી ન હોવાથી તેણે આ બાબતે ઘરે જાણ કરી નહતી.

આ પણ વાંચો : અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ટુંકાવ્યું જીવન

27મી ફેબ્રુઆરીએ સાજના સમયે યુવતી રીષેશમાં નોકરીથી ઘરે જતી હતી તે સમયે કાળુ ભાલીયા નામનો ઈસમ બાઈક લઈને તેની પાસે આવ્યો હતો અને યુવતીને “તુ મારી સાથે આવે છે કે કેમ?,  જો તને બે દિવસનો ટાઈમ આપુ છુ અને જો તુ મારી સાથે નહી આવે તો હું તને જાનથી મારી નાખીશ”  તેવુ કહીને ધમકી આપી હતી.

આ પણ વાંચો : રવિવારની રજા માળવા નીકળેલા ત્રણ સગીરોને નડ્યો અકસ્માત, એકનું મોત, બે ઇજાગ્રસ્ત

યુવતીએ આ અંગે તેનાં બન્ને ભાઈઓને જાણ કરતા તેનો નાનો ભાઈ છેડતી કરનાર યુવકનાં તેની સાથે વાત કરવા તેનાં ઘરે ગયો હતો.જોકે છેડતી કરનાર યુવક કાળુ ભાલીયા તેમજ તેનો ભાઈ ગોવિંદ ભાલીયાએ ભેગા મળીને યુવતીના ભાઈને માર માર્યો હતો.લોકોએ ભેગા મળીને યુવતીનાં ભાઈને માર માથી છોડાવી 108 અને પોલીસને જાણ કરતા અંતે યુવતીએ કાળુ ભાલીયા સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.નિકોલ પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : સવારે યુવકે પરિવાજનોથી હસતા મોઢે વિદાય લીધી, સાંજે દુનિયાને અલવિદા કર્યું