transfers/ રાજકોટમાં મહાનગર પાલિકાના અનેક અધિકારીઓની બદલીના આદેશ

મહાનગર પાલિકામાં એક ડઝન કરતા પણ વધારે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિગની બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 113 જેટલા ઇજનેરોની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

Top Stories Gujarat
30 રાજકોટમાં મહાનગર પાલિકાના અનેક અધિકારીઓની બદલીના આદેશ
  • રાજકોટમાં મનપાના અનેક અધિકારીઓની બદલી
  • એક ડઝન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ બદલીઓ
  • 113 જેટલા ઇજનેરોની પણ બદલી કરવામાં આવી
  • વિધાનસભાની ચૂંટણી પૂર્વે બદલી થઈ
  • હજુ પણ બદલીનો મોટો રાઉન્ડ આવી શકે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે,ત્યારે રાજ્યમાં બદલીનો દોર ચાલુ થયો છે. હાલ દરેક વિભાગના બદલીના આદેશ આવી રહ્યા છે. બદલી મામલે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં અનેક અધિકારીઓની સામુહિક બદલીના આદેશ આપવામાં આવી રહ્યા છે. મહાનગર પાલિકામાં એક ડઝન કરતા પણ વધારે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિગની બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 113 જેટલા ઇજનેરોની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ચૂંટણી પર્વે બદલીના આદેશ આપવામાં આવે છે. આ બદલીનો સિલસિલો હજુ પણ યથાવત રહેવાના એંધાણ છે.

ઉલ્લેખનીય છે કે  રાજ્ય સરકાર ચૂંટણીઓની તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે ત્યારે અનેક વિભાગોમાં બદલીના આદેશ આપવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગર પાલિકમાં પણ અનેક અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.