સુરત/ દિવાળીમાં ખાનગી બસના મોટા ભાડાથી રત્નકલાકારોને બચાવવા ડાયમંડ એસોસિએશન મેદાનમાં

સુરતનો હીરા ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ હાલ સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાયા છે.

Gujarat Surat
Untitled 7 7 દિવાળીમાં ખાનગી બસના મોટા ભાડાથી રત્નકલાકારોને બચાવવા ડાયમંડ એસોસિએશન મેદાનમાં

@અમિત રૂપાપરા 

Surat News: સુરતનો હીરા ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ હાલ સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ દિવાળીના તહેવારમાં સીઝનને ધ્યાનમાં લઈને ખાનગી બસ ધારકો બસ ભાડામાં ખૂબ જ વધારો કરતા હોય છે. સિઝનમાં બસનું ભાડું 2500થી 3000 સુધી પહોંચી જાય છે. ત્યારે સુરતના રત્ન કલાકારોને દિવાળી વેકેશનના સમયમાં ખાનગી બસોમાં વધુ ભાડા ન ચૂકવવા પડે એટલા માટે સુરત ડાયમંડ એસોસિયન અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘ દ્વારા રત્ન કલાકારો એસટી બસનો ઉપયોગ કરે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે.

Untitled 7 8 દિવાળીમાં ખાનગી બસના મોટા ભાડાથી રત્નકલાકારોને બચાવવા ડાયમંડ એસોસિએશન મેદાનમાં

સુરતનો હીરા ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ હાલ સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ કહેવાનું કારણ એવું છે કે કોરોના બાદ હીરા ઉદ્યોગમાં ધીમે ધીમે તેજી આવી હતી પરંતુ રશિયા યુક્રેન યુદ્ધના કારણે તેજી પર બ્રેક લાગી અને હાલ મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં દિવાળી વેકેશનના સમયે રત્ન કલાકારો મોટી સંખ્યામાં પોતાના વતન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે પછી અન્ય જગ્યા ઉપર જતા હોય છે.

દિવાળીના તહેવારમાં સીઝનને ધ્યાનમાં લઈને ખાનગી બસ ધારકો બસ ભાડામાં ખૂબ જ વધારો કરતા હોય છે. સિઝનમાં બસનું ભાડું 2500થી 3000 સુધી પહોંચી જાય છે. ત્યારે સુરતના રત્ન કલાકારોને દિવાળી વેકેશનના સમયમાં ખાનગી બસોમાં વધુ ભાડા ન ચૂકવવા પડે એટલા માટે સુરત ડાયમંડ એસોસિયન અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘ દ્વારા રત્ન કલાકારો એસટી બસનો ઉપયોગ કરે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે.

Untitled 7 9 દિવાળીમાં ખાનગી બસના મોટા ભાડાથી રત્નકલાકારોને બચાવવા ડાયમંડ એસોસિએશન મેદાનમાં

મહત્વની વાત છે કે, સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના મુસાફરો માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ઘણા લોકો આ બાબતથી માહિતગાર હોતા નથી અને હાલ મંદી જેવા માહોલમાં રત્ન કલાકારોને ખાનગી બસોના વધુ ભાડા ન ચૂકવવા પડે એટલા માટે સુરત ડાયમંડ એસોસિયન અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર એસટી બસની સુવિધા બાબતેના બેનરો લગાવવામાં આવ્યા છે.

7 નવેમ્બર 2023થી 11 નવેમ્બર 2023 સુધી સૌરાષ્ટ્રના મુસાફરો માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત રત્ન કલાકારો કઈ રીતે બસનું એડવાન્સ બુકિંગ કરાવી શકે, સાથે જ કઈ રીતે ગ્રુપ બુકિંગ કરાવીને સુરતથી રત્ન કલાકારો તેમના પરિવાર સાથે સીધા તેમના વતન સુધી કઈ રીતે પહોંચી શકે તેવી તમામ બાબતો આ બેનરમાં દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, ગારીયાધાર, રાજકોટ, જુનાગઢ, ઉના, જામનગર, અમદાવાદ, ડીસા, પાલનપુર, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર અને લુણાવાડાના ટિકિટના દરો પણ આ બેનરમાં દર્શાવવામાં આવ્યા છે. રત્ન કલાકારો ખાનગી ટ્રાવેલ્સની તુલનામાં 20થી 30 ટકા જેટલી રકમનું ભાડું ચૂકવી એસટી બસમાં પોતાના વતન સુધી પહોંચી શકે તે માટે રત્ન કલાકારોને જાગૃત કરવાનો એક પ્રયાસ સુરત ડાયમંડ એસોસીએશન અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘ દ્વારા કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળીમાં ખાનગી બસના મોટા ભાડાથી રત્નકલાકારોને બચાવવા ડાયમંડ એસોસિએશન મેદાનમાં


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો