ક્રિકેટ/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમનું એલાન, IPL રમી ચુકેલા ખેલાડીઓને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા નહી

આઇપીએલ 2021 રમીને પાછા ફરનારા ઈંગ્લેન્ડનાં ખેલાડીઓને એક મોટો ઝટકો લાગ્યો છે. ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. વળી ઈંગ્લેન્ડે તેની ટીમની જાહેરાત કરી છે.

Sports
તાઉતે વાવાઝોડું 30 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમનું એલાન, IPL રમી ચુકેલા ખેલાડીઓને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા નહી

આઇપીએલ 2021 રમીને પાછા ફરનારા ઈંગ્લેન્ડનાં ખેલાડીઓને એક મોટો ઝટકો લાગ્યો છે. ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. વળી ઈંગ્લેન્ડે તેની ટીમની જાહેરાત કરી છે.

મર્ડર મિસ્ટ્રી / પહેલવાન સુશીલ કુમારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

જેમા આઈપીએલ 2021 રમનારા ખેલાડીઓને આરામનાં નામે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈંગ્લેન્ડની ટીમે આવતા મહિને ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં આઈપીએલમાં જોડાનારા ખેલાડીઓને આરામ આપ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડની ટીમમાં ઈજાને કારણે જોડાઇ શકે તેમ નથી, જ્યારે આઈપીએલમાં જોડાયેલા જોની બેયરસ્ટો, મોઇન અલી, જોસ બટલર, સેમ કરેન અને ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓને આરામ આપવામા આવ્યો છે. ઈંગ્લેન્ડે આ શ્રેણી માટે બેટ્સમેન જેમ્સ બ્રેકી અને ઝડપી બોલર ઓલી રોબિન્સનનો સમાવેશ કર્યો છે. જેમ્સ બ્રેકી અને ઓલી રોબિન્સનને કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો છે. જેમ્સ બ્રેકીએ 53 ની એવરેજથી 478 રન બનાવ્યા છે જ્યારે રોબિન્સને 14 ની એવરેજથી 29 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2 થી 6 જૂન દરમિયાન લોર્ડ્સમાં અને બીજી ટેસ્ટ 10 થી 14 જૂન સુધી બર્મિંગહામમાં રમાશે. ટીમનાં મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું છે કે જેમ્સ બ્રેકી અને ઓલી રોબિન્સનને ટેસ્ટ ટીમમાં જોડાવાના હકદાર હતા. આ ખેલાડીઓએ આ સિઝનમાં કાઉન્ટીમાં સતત સારું પ્રદર્શન કર્યું હતું.

ક્રિકેટ / હસી કોરોનાને હરાવી સ્વદેશ પરત ફર્યો, રિપોર્ટ આવ્યો નેગેટિવ

દરમિયાન, ટીમ ઈન્ડિયા પણ 2 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ભારતીય ટીમે 18 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે WTC 2021 ની ફાઇનલ રમવાની છે. આ માટે ટીમ ઈન્ડિયાની પણ ઘોષણા કરવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ બાદ ભારતીય ટીમે પણ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. આમાં ટીમ ઈન્ડિયા તે જ રહેશે, જેની પસંદગી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે કરવામાં આવી છે.

ક્રિકેટ / 15 T20 મેચ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમનું એલાન, ક્રિસ ગેલ સાથે આ બે ધોરણ ધુરંધરોનો સમાવેશ

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટેની ઈંગ્લેંડની ટીમ નીચે મુજબ છે:

જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જેમ્સ બ્રેકી, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બન્સ, જેક ક્રાઉલી, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લીચ, ક્રેગ ઓવરટોન, ઓલી પોપ, ઓલી રોબિન્સન , ડોમ સિબ્લી, ઓલી સ્ટોન અને માર્ક વુડ.

majboor str 13 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમનું એલાન, IPL રમી ચુકેલા ખેલાડીઓને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા નહી