Not Set/ Gujarat માં સારા વરસાદથી ૧૮ ડેમ છલકાતા હાઈ એલર્ટ: ૧૧ ડેમ માટે એલર્ટ જાહેર

અમદાવાદ: Gujarat માં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others Trending
High alert on 18 dam in Gujarat: alert for 11 dams

અમદાવાદ: Gujarat માં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની વિગતો સાંપડી રહી છે.

ગુજરાત રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, શુક્રવાર સવાર સુધીમાં વ્યાપક વરસાદના લીધે રાજ્યના ૧૮ ડેમો (જળાશયો) છલકાય જતાં તેને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

જ્યારે રાજ્યના અન્ય ૧૧ જળાશયો છલક સપાટી પર હોવાથી તેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય નવ ડેમો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતમાં નવસારી જિલ્લાના ઝૂજ અને કેલિયા, અમરેલીના વાડિયા અને ધાતરવાડી, જામનગરના પુના, ઉન્ડ-૩, કંકાવટી અને ફુલઝર-૧, ભાવનગરના રોજકી અને બગડ, ગિર સોમનાથના મચ્છુન્દ્રી અને હીરણ-૨, જૂનાગઢના મધુવંતી અને અંબાજલ, પોરબંદરનો અમીરપુર, તાપીનો દોસવાડા, રાજકોટનો મોતીસર અને ભરૂચનો ઢોળી એમ કુલ ૧૮ ડેમો (જળાશયો)ને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજયના કુલ ૧૧ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૯ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૯૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૭.૦૧ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૩૭ અને કચ્છના ૨૦ જળાશયોમાં ૧૦.૦૯ ટકા પાણીનો જથ્થો છે. આમ મળીને રાજયમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૨.૯૪ ટકા એટલે ૧,૮૩,૩૧૧ મીટર ઘન ફૂટ છે.

ગુજરાતના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૨૫ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૦ જળાશયો ૨૫ થી ૫૦ ટકા જથ્થો છે જયારે ૯૦ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.

સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૨,૭૫૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૭૪ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૧,૮૩,૩૧૧ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૨.૯૪ ટકા છે.

ગુજરાત રાજ્યના જળસંપતિ વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયા મુજબ, “હાલમાં સરદાર સરોવર, દમણગંગા, પાનમ, ધરોઈ, ઉકાઈ, સસોઈ, સુખી, વણાકબોરી, દાંતીવાડા, ઓઝત-વિઅર (વંથલી), કડાણા, કેલીયા, હીરણ-૨, પુના, આજી-૨, ઓઝત-વિઅર, ઝુજ, કરાડ, મેશ્વો, શિંગોડા, રાવલ અને રોજકી એમ કુલ ૨૨ જળાશયોમાં દૈનિક ૧૦૦૦ કયુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે.”