વરસાદ/ રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદ પડશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

Top Stories Gujarat Others
11 206 રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ
  • આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
  • બનાસકાંઠા,સાબરકાંઠામાં ભારે વરસાદની વકી
  • છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં આગાહી
  • આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
  • 29-30 સપ્ટે.અતિભારે વરસાદની આગાહી
  • અત્યાર સુધીમાં સીઝનનો કુલ 81 ટકા વરસાદ

રાજ્યમાં લગભગ તમામ જિલ્લાઓમાં મેઘાએ તેની મહેર કરી છે. જો કે ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે. વળી આગામી દિવસોની વાત કરીએ તો રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે.

11 204 રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

આ પણ વાંચો – શાબ્દિક હુમલો / ઉત્તરપ્રદેશમાં મુસ્લિમનો કોઇ નેતા નથી,રાજકીય પાર્ટી બેન્ડબાજાની જેમ ઉપયોગ કરે છે : ઓવૈસી

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદ પડશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. જણાવી દઇએ કે, રાજ્યમાં 29 અને 30 તારીખે ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગનાં મતે 29 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 30 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.

11 205 રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

આ પણ વાંચો – Bharat Bandh Today / ખેડૂત સંગઠનો દ્ધારા આજે ભારત બંધનું એલાન, જાણો કોણે છે બંધના સમર્થનમાં

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પણ છેલ્લા 5 દિવસથી વરસાદ ધીમે ધારે પડી રહ્યો છે. વળી અમદાવાદનાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આમ ભાદરવો ભરપૂર હોય તેમ હજુ પણ રાજ્યમાં મેઘ મહેર જોવા મળી શકે છે.મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને હવે માત્ર 19 ટકા વરસાદની જ ઘટ છે. નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે. 141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે –