Bollywood/ કપિલ દેવની કહાની બતાવતી ફિલ્મ ’83’ ની નવી Release ડેટ જાહેર

આ વર્ષે ક્રિસમસ નિમિત્તે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટર અને પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.

Entertainment
11 202 કપિલ દેવની કહાની બતાવતી ફિલ્મ '83' ની નવી Release ડેટ જાહેર

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની બહુપ્રતિક્ષિત સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ’83’ ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ક્રિસમસ નિમિત્તે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટર અને પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.

આ પણ વાંચો – Daughters Day / શિલ્પા શેટ્ટીથી લઈને કપિલ શર્મા સુધી, સેલેબ્સની આ નાની દીકરીઓ દિલ જીતી લેશે

ફિલ્મમાં રણવીર ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે અને દીપિકા કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવશે. કોરોનાવાયરસનાં કારણે, સિનેમા હોલ લાંબા સમય સુધી બંધ રહ્યા હતા, તેથી હવે એક પછી એક ફિલ્મો રજૂ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટને કન્ફર્મ કરતી વખતે રણવીર સિંહે કહ્યું કે, આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે – હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જણાવી દઈએ કે, આ ફિલ્મ અગાઉ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની હતી અને તે પહેલા આ ફિલ્મ એપ્રિલ 2020 માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનનાં કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. પ્રેક્ષકો લાંબા સમયથી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ’83’ ની રાહ જોઈ રહ્યા હતા, હવે જોવું રહ્યું કે બોક્સ ઓફિસ પર ફિલ્મ ’83’ કેવો કમાલ કરી બતાવે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Bollywood / યશરાજ ફિલ્મની 4 મોટી ફિલ્મો આ તારીખે રિલીઝ થશે..જાણો વિગતો

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જાહેરાત કરી હતી કે 22 ઓક્ટોબર 2021 થી રાજ્યભરમાં સિનેમા હોલ ખોલવામાં આવશે. આ જાહેરાત બાદ ફિલ્મ નિર્માતાઓ ખૂબ ખુશ છે. ફિલ્મની વાત કરીએ તો 1983 નાં વર્લ્ડકપની જીતથી ભારત રમત-ગમતની દુનિયામાં એક ચમકતો સ્ટાર બની ગયુ. આ ફિલ્મમાં ક્રિકેટની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર કપિલ દેવની સફર બતાવવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ દીપિકા પાદુકોણ, કબીર ખાન, વિષ્ણુવર્ધન ઇન્દુરી, સાજિદ નડિયાદવાલા, ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને 83 ફિલ્મ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. રણવીર સિંહનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો આ સિવાય તે જયેશભાઈ જોરદાર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે શાલિની પાંડે, બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં છે.