Not Set/ Big Boss 11નો પ્રોમોઃ લગ્ન બાબતે સવાલ કરતા સલમાને ભાભીને રોકડું પરખાવ્યું

પોતાન દરેક સિઝનમાં ચર્ચાસ્પદ બનતા શો  બિગ બોસની  11મી સિઝન શરૂ થવા જઈ રહી છે અને તેનો પ્રોમો પણ  લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્રોમો ઘણો મજેદાર છે. આ પ્રોમોની શરૂઆતમાં જ સલમાન ખાનના લગ્નનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. સલમાન ખાનના બિગ બોસ સિઝન 11માં આ વખતે પાડોશીનો મુદ્દો ઉઠાવવામાં આવશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યુ છે […]

Entertainment

પોતાન દરેક સિઝનમાં ચર્ચાસ્પદ બનતા શો  બિગ બોસની  11મી સિઝન શરૂ થવા જઈ રહી છે અને તેનો પ્રોમો પણ  લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્રોમો ઘણો મજેદાર છે. આ પ્રોમોની શરૂઆતમાં જ સલમાન ખાનના લગ્નનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. સલમાન ખાનના બિગ બોસ સિઝન 11માં આ વખતે પાડોશીનો મુદ્દો ઉઠાવવામાં આવશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યુ છે કે સલમાન તેના બિન્દાસ અંદાઝમાં  ગીૂત ગણગણતો પોતાની બ્લાકનીમા રહેલા કૂંડામાં ઝારી વડે પાણી રેડી રહ્યો છે. અને આ પાણી ભૂલથી નીચે રહેતા અને ચા પી રહેલા   વૃદ્ધના કપમાં પડે છે.  આથી તે ઉભા થઈ જાય છે આ જોઈન સામેના ફ્લેટમાં કપડાં સૂકવી રહેલા ભાભી સલમાન ખાનને કહે છે કે હવે લગ્ન કરી લો.   તો સલમાન રોકડું પરખાવે છે  કે તમે કુંવારાં હોત તો જરૂર કરી લેત. કલર્સ ચેનલે આ પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કેપ્શન લખ્યું છે કે ‘તહેવારની સિઝનમાં તમને મજા કરાવવા આવી રહ્યું છે  બિગ બોસ સલમાન ખાનની સાથે.’ બિગ બોઝનું પ્રસારણ 1 ઓક્ટોબરથી થવાનું છે.