Not Set/ PM મોદીએ UNSC માં અસ્થાયી સભ્યની ચૂંટણીમાં ભારતનાં વિજય પર ખુશી વ્યક્ત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં અસ્થાયી સભ્યની ચૂંટણીમાં ભારતનાં વિજય પર ખુશી વ્યક્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “વૈશ્વિક સમુદાયે જે રીતે યુએન સુરક્ષા પરિષદનાં અસ્થાયી સભ્યપદને ટેકો આપ્યો તે માટે હું ખૂબ આભારી છું.” ભારત વૈશ્વિક શાંતિ, સલામતી, સ્થિતિસ્થાપકતા અને સમાનતાને આગળ વધારવા માટે બધા ભાગીદાર દેશો […]

India
78d4ff2ca8ca5cee4b6e5a4eb1aae1de 1 PM મોદીએ UNSC માં અસ્થાયી સભ્યની ચૂંટણીમાં ભારતનાં વિજય પર ખુશી વ્યક્ત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં અસ્થાયી સભ્યની ચૂંટણીમાં ભારતનાં વિજય પર ખુશી વ્યક્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “વૈશ્વિક સમુદાયે જે રીતે યુએન સુરક્ષા પરિષદનાં અસ્થાયી સભ્યપદને ટેકો આપ્યો તે માટે હું ખૂબ આભારી છું.” ભારત વૈશ્વિક શાંતિ, સલામતી, સ્થિતિસ્થાપકતા અને સમાનતાને આગળ વધારવા માટે બધા ભાગીદાર દેશો સાથે મળીને કામ કરશે.

આપને જણાવી દઈએ કે, ભારતે 8 મી વખત ચૂંટણી જીતી હતી અને 8 મી વખત યુ.એન.એસ.સી. માં તેની જગ્યાની પુષ્ટિ કરી છે. યુએનએસસીની આ ચૂંટણી એશિયા-પેસિફિક કેટેગરીમાં બિન કાયમી સભ્ય હતી, જેમાં 2021-2022 માટે ભારત લગભગ બિનહરીફ ચૂંટાયુ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં કાયમી પ્રતિનિધિ ટી.એસ. ત્રિમૂર્તિએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રનાં સભ્યોએ સુરક્ષા ભારતનાં સિક્યોરિટી કાઉન્સિલનાં અસ્થાયી સભ્ય તરીકે જબરદસ્ત સમર્થન કર્યુ. ભારતને 192 માંથી 184 દેશોએ પોતાનુ સમર્ખન આપ્યુ છે.

નોંધપાત્ર વાત એ છે કે યુએનએસસીમાં પાંચ કાયમી અને 10 બિન કાયમી સભ્યો હોય છે, કાયમી સભ્યોમાં ચીન, ફ્રાંસ, રશિયા, યુકે અને યુ.એસ.નો સમાવેશ થાય છે અને ભારત બિન-કાયમી સભ્યોમાંથી એક માટે ચૂંટાઈ આવેલ છે. યુએનએસસીમાં સતત 8 મી વખત ભારતે હંગામી સભ્યની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ગયા વર્ષે જૂનમાં ચીન અને પાકિસ્તાન સહિત એશિયા-પેસિફિક જૂથનાં 55 સભ્યો દ્વારા સર્વસંમતિથી ભારતની ઉમેદવારીને સમર્થન આપવામાં આવ્યું હતું. દર વર્ષે યુએનએસસીની જનરલ એસેમ્બલી બે વર્ષનાં કાર્યકાળ માટે પાંચ બિન કાયમી સભ્યોની પસંદગી કરે છે, ભારત આગામી મુદત એટલે કે 2021 અને 2022 માટે બિન-કાયમી સભ્ય તરીકે પ્રવેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.