Not Set/ બનાસકાંઠા/ વાવ પંથકમાં ફરી આતંકી તીડનું આક્રમણ, ખેડૂતના વધ્યા-ઘટ્યા પાકનો પણ સફાયો

છેલ્લા 4 દિવસથી તીડનું આક્રમણ તીડનું આક્રમણ થતા ખેડૂતો ત્રાહિમામ કુંડાળીયા સહિતના ગામોમાં તીડનો આતંક કરોડોની સંખ્યામાં તીડનું આક્રમણ તીડનું આક્રમણ થતા ખેડૂતો ભયભીત વારંવાર તીડ આક્રમણથી કરોડોનું નુકશાન તીડ નિયંત્રણ અને ખેતીવાડી વિભાગની ટિમો કાર્યરત દવાઓ છંટકાવ કરવા છતાં તીડના ટોળા બેકાબુ બનાસકાંઠાના ખેડૂતો માટે પાકિસ્તાની આતંકવાદી એટલે કે તીડ માથાનો દુખાવો બ્બનતા જાય […]

Gujarat Others
તીડ બનાસકાંઠા/ વાવ પંથકમાં ફરી આતંકી તીડનું આક્રમણ, ખેડૂતના વધ્યા-ઘટ્યા પાકનો પણ સફાયો
  • છેલ્લા 4 દિવસથી તીડનું આક્રમણ
  • તીડનું આક્રમણ થતા ખેડૂતો ત્રાહિમામ
  • કુંડાળીયા સહિતના ગામોમાં તીડનો આતંક
  • કરોડોની સંખ્યામાં તીડનું આક્રમણ
  • તીડનું આક્રમણ થતા ખેડૂતો ભયભીત
  • વારંવાર તીડ આક્રમણથી કરોડોનું નુકશાન
  • તીડ નિયંત્રણ અને ખેતીવાડી વિભાગની ટિમો કાર્યરત
  • દવાઓ છંટકાવ કરવા છતાં તીડના ટોળા બેકાબુ

બનાસકાંઠાના ખેડૂતો માટે પાકિસ્તાની આતંકવાદી એટલે કે તીડ માથાનો દુખાવો બ્બનતા જાય છે. હજુ તો મંદ તીડ ના આત્ન્કમાંથી છુટકારો મળ્યો હતો ત્યાં ફરી વાર તીડના આક્રમણથી ખેડૂત ભયભીત બની ગયા છે.

દિવાળી બાદ સરહદી વિસ્તારમાં પાંચ વખત ત્રાટકેલા આતંકી  તીડના ઝુંડે હજારો એકર જમીનમાં આવેલ મહામુલા પાકણે નષ્ટ કરી નાખ્યો છે, ત્યારે ફરી એકવાર તીડએ અક્રમણ કર્યું છે. હજુ તો સરકાર દ્વારા ખેડૂતોને તીડ નુકસાનનું વળતર પણ પુરું ચુકવાયું નથી ત્યાં ફરીથી તીડના આક્રમણ થતા બનાસકાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે.

અગાઉ આવેલા તીડના ઝુંડ કરતાં પણ આ ઝુંડ ત્રણગણું મોટું હોવાનું મનાઈ રહ્યું છે. છતાં તંત્રની માત્ર ૬ ટીમો કાર્યરત કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ છે. જોકે અગાઉ ત્રાટકેલા તેના ઝુંડથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જે બાદ ફરી ત્રાટકતા તીડના ટોળાએ ખેડૂતોના વધ્યા ઘટયા પાકને જાણે સાફ કરી દેતા ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે.

તીડ પર નિયંત્રણ  મેળવવા માટે તીડ નિયંત્રણની  અને ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા ખેડૂતોની મદદથી તીડ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન