Not Set/ સુરત/ વહેલી સવારે ગેસનાં સિલેન્ડર ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ, સ્કૂલ બસ અને રિક્ષા બળીને ખાખ

સુરતના ઓલપાડના માસમા રોડ ખાતે આજે વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના બાટલા ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ટ્રકમાં ભરેલા ગેસના બોટલ ધડાકાભેર ફૂટ્યા હતા. સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એટલું જ આ ટ્રકની આસપાસ ચાલી રહેલ રીક્ષા અને ખાનગી સ્કુલ બસ […]

Top Stories Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaamay સુરત/ વહેલી સવારે ગેસનાં સિલેન્ડર ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ, સ્કૂલ બસ અને રિક્ષા બળીને ખાખ

સુરતના ઓલપાડના માસમા રોડ ખાતે આજે વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના બાટલા ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ટ્રકમાં ભરેલા ગેસના બોટલ ધડાકાભેર ફૂટ્યા હતા. સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એટલું જ આ ટ્રકની આસપાસ ચાલી રહેલ રીક્ષા અને ખાનગી સ્કુલ બસ પણ બળીને ખાખ થઇ ગઈ હતી.

 aaaaaaaaaaaaaaaaaaaaaamay 1 સુરત/ વહેલી સવારે ગેસનાં સિલેન્ડર ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ, સ્કૂલ બસ અને રિક્ષા બળીને ખાખ

મહત્વનું છે કે સ્કૂલ બસનાં ચાલકની સમયસૂચકતાને કારણે બસમાં આગ લાગતાની સાથે જ બધા બાળકોને બસમાંથી ઉતારી લેવામાં આવ્યાં હતાં. હાલ સુરતથી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ આગને કારણે સુરત ઓલપાડનો કોસ્ટલ હાઇવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

 આ એલપીજી સિલેન્ડરમાં આગ લાગી ત્યારે સિમેન્ટની ટ્રક ખાનગી સ્કૂલ બસે અથડાઇ હતી. જે બાદ અંદર બેઠેલા 30 જેટલા વિદ્યાર્થીઓને ઉતારી લેવામાં આવ્યાં હતાં. આ બંન્નેની પાછળ એક રિક્ષા આવી રહી હતી તે પણ બળીને ખાખ થઇ ગઇ છે.

આ મામલે મળતી માહિતી અનુસાર આહે વહેલી સવારે 6.30થી લાગેલી આગને ફાયર બ્રિગેડનાં સતત પ્રયાસો દ્વારા આશરે 8.45 કલાકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ટ્રકમાં ભરેલા ગેસ સિલિન્ડરના વિસ્ફોટનો અવાજ એટલો તિવ્ર હતો કે ઘટનાસ્થળની આસપાસના અનેક વિસ્તારોમાં તેનો અવાજ સંભળાતો હતો. બોમ્બ ફૂટતા હોય તેવો અવાજ સંભળાતા રહીશો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

 આ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતાની સાથે ધડાકાભેર એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતાં. જેના કારણે સ્થાનિકોમાં આફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ટ્રકમાં આગ બાદ વિસ્ફોટની ઘટના અંગે જાણ થતાં સુરતથી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટના બાદ ટ્રકના ડ્રાઈવર-ક્લીનરનો કોઈ ભાળ મળી ન હોવાના પણ પ્રાથમિક અહેવાલ છે.

ગેસના સિલેન્ડરો ભરેલી આઇસર ટ્રકનું ટાયર અથડાયા બાદ એન્જીનમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ જોત જોતામાં આગ સિલેન્ડરમાં લાગતા બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.