Not Set/ ઈરાન-યુએસએ તણાવ વચ્ચે ઈરાકની રાજધાની બગદાદનાં ગ્રીન ઝોનમાં રોકેટ હુમલો

અમેરિકા અને ઈરાનમાં તણાવની વચ્ચે એકવાર ફરી ઇરાકમાં હુમલો થયો છે. આ હુમલો બગદાદનાં ગ્રીન ઝોનમાં થયો છે જ્યા બે રોકેટ દાગવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સમાચાર એજન્સી એએફપીએ સંરક્ષણ સ્રોતોનાં સમાચારને ટાંકી આ જાણકારી આપી છે. સમાચારો અનુસાર ગ્રીન ઝોનમાં કત્યુશાનાં બે રોકેટ ફાયર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે બગદાદનો […]

Top Stories World
baghdad rocket attack 5617866 835x547 m ઈરાન-યુએસએ તણાવ વચ્ચે ઈરાકની રાજધાની બગદાદનાં ગ્રીન ઝોનમાં રોકેટ હુમલો

અમેરિકા અને ઈરાનમાં તણાવની વચ્ચે એકવાર ફરી ઇરાકમાં હુમલો થયો છે. આ હુમલો બગદાદનાં ગ્રીન ઝોનમાં થયો છે જ્યા બે રોકેટ દાગવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સમાચાર એજન્સી એએફપીએ સંરક્ષણ સ્રોતોનાં સમાચારને ટાંકી આ જાણકારી આપી છે. સમાચારો અનુસાર ગ્રીન ઝોનમાં કત્યુશાનાં બે રોકેટ ફાયર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે બગદાદનો ગ્રીન ઝોન એ વિસ્તાર છે જ્યાં સરકારી એજન્સીઓ અને તમામ દેશોની એમ્બેસી આવેલ છે.

694940094001 6120762190001 6120762843001 vs ઈરાન-યુએસએ તણાવ વચ્ચે ઈરાકની રાજધાની બગદાદનાં ગ્રીન ઝોનમાં રોકેટ હુમલો

ઇરાને આ અગાઉ ઇરાકમાં યુએસનાં બે સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં 20 યુએસ સૈનિકો સહિત 80 લોકો માર્યા ગયા છે. ઇરાકી સૈન્યનું કહેવું છે કે, ગ્રીન ઝોનમાં બે રોકેટ ફાયર થયા છે. હાલમાં આ હુમલામાં કોઈ જાનહાનિ થયાનાં સમાચાર નથી. સ્થાનિક મીડિયા અનુસાર, આ રોકેટ યુએસ એમ્બેસી નજીક ચલાવવામાં આવ્યા હતા. જો કે, તેના ઉપર કોણે હુમલો કર્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી થયુ. આપને જણાવી દઇએ કે, ઇરાન અને યુ.એસ. માં ચાલી રહેલા તણાવની અસરો સૌથી વધુ ઇરાકમાં જોવા મળી રહી છે.

ઈરાની હુમલાનાં 24 કલાક બાદ રોકેટ ફાયરિંગની ઘટના બની છે. અગાઉ, અહીં યુએસનાં બે સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહીં ડઝનેક મિસાઇલો ચલાવવામાં આવી હતી. યુ.એસ.નાં સૈન્ય મથકો પર આ હુમલા ઇરાની જનરલ કાસિમ સુલેમાનીનાં મૃત્યુ પછી થયા હતા. જો કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ હુમલામાં તેમના સૈનિકોને કોઈ નુકસાન થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.