બનાસકાંઠા/ ભાજપને ઠાકોર સમાજની જરુર નથી માટે જ અવગણના કરી રહી છે : અલ્પેશ ઠાકોરનું વિવાદિત નિવેદન

કારોબારીની બેઠકમાં આડકતરી રીતે ભાજપ કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી. અલ્પેશ ઠાકોરે ફરી એકવાર બનાસકાંઠામાંથી હજારો કાર્યકરો એકઠા કરીને ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે.

Gujarat Others Trending
રાજકોટ 9 ભાજપને ઠાકોર સમાજની જરુર નથી માટે જ અવગણના કરી રહી છે : અલ્પેશ ઠાકોરનું વિવાદિત નિવેદન

બનાસકાંઠાના ડીસામાં આજે ઠાકોર સેનાની જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. જોકે હજારો કાર્યકરોની બેઠકમાં અલ્પેશ ઠાકોર સમાજ અને સંગઠન સાથે વ્યસન મુક્તિ અને આડકતરી રીતે ભાજપ-કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

ચૂંટણી નજીક આવતા જ ફરી બનાસકાંઠામાં ઠાકોર સેના જાગૃત બની છે. અને આજે જિલ્લા ઠાકોર સેનાની કારોબારી બેઠક ડિસાના ભાજપના અગ્રણી અને પાર્ટીથી નારાજ લેબજી ઠાકોરના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કારોબારીની બેઠકમાં સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસનમુક્તિ સાથે રાજનીતિમાં એકજૂથ થવાની ચર્ચા ઓ થઈ હતી. જોકે આડકતરી રીતે ભાજપ કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી. સાથે અલ્પેશ ઠાકોરએ જણાવ્યું હતું કે આ  બેઠક માત્ર સમાજના હિત ને લઈને યોજાઈ હતી. ચૂંટણી ન હોય તોય બેઠક અને વ્યસનમુક્તિના કાર્યક્રમો ચાલુ હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ / ફાયર વિભાગનો સપાટો, ફાયર NOC ન હોવાથી 17 એકમોને આપી નોટીસ

મીડિયા દ્વારા ભાજપ પાર્ટી ગુજરાત કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની અવગણના કરી હોય તેવું લાગી રહ્યું છે જેવા સવાલના જવાબમાં અલ્પેશએ જણાવ્યું હ તું કે, – પાર્ટી ને જરુર નહિ હોય તો જ અવગણના કરી રહી છે. અલ્પેશ ઠાકોરનું આ નિવેદન ભાજપને ચેતવણી આપી રહ્યું હોય તમ લાગી રહ્યું છે.

આ બેઠકમાં ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લાના અગ્રણી મુકેશ ઠાકોરએ પણ સમાજ સંગઠન માટે બેઠક યોજાઇ હોવાનું જણાવી આગામી સમયમાં ચૂંટણી અંગે હવે રણનીતિ તૈયાર થશે તેવું જણાવ્યું હતું..

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરે ફરી એકવાર બનાસકાંઠામાંથી હજારો કાર્યકરો એકઠા કરીને ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. ત્યારે આ વખતે ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર શુ ભાજપ સાથે રહેશે કે પછી પરત ઘર વાપસી કરે છે તે જોવાનું રહ્યું પણ આજની બેઠકએ ચોક્ક્સ બનાસકાંઠાના ભાજપના નેતાઓ માટે મુસીબતનો માર્ગ બની શકે છે.

અમદાવાદ / ઝાયકોવ-D DNA બેઝ રસી છે, 12 વર્ષથી વધુ વયના લોકો માટે ઉપયોગી બનશે : મનસુખ માંડવીયા

Obsession / હું જ ભગવાન રામ અને કૃષ્ણ છું, ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું : જળસંપત્તિ વિભાગના ઈજનેર રમેશ ચંદ્ર ફોકરે