અમદાવાદ/ ફાયર વિભાગનો સપાટો, ફાયર NOC ન હોવાથી 17 એકમોને આપી નોટીસ

મંતવ્ય ન્યૂઝ એ ૧ જુલાઈએ આ અંગે એહવાલ પણ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં અમદાવાદ ખાતે આવેલા ફાયર NOC વિના કાર્યરત એકમો કેટલા જોખમ સાથે કાર્યરત છે તે દર્શાવવામાં આવ્યું હતું.

Ahmedabad Gujarat

રાજ્યમાં છાશવારે આગજનીની ઘટનાઓ બનતી રહે છે. અનેક લોકો તેમાં પોતાના જીવ ગુમાવે છે અને આ તકે સીધી આંગળી ફાયર વિભાગ તરફ ખેંચાય છે. અને સીધી તેણી બેદરકારી અને ની લોકમુખે ચર્ચા જોવા મળે છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર NOC ના હોય તેવા 17 એકમોને નોટીસ મોકલવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફાયર વિભાગે NOC વગરના 17 એકમોને નોટીસ મોકલી છે. મંતવ્ય ન્યૂઝ એ ૧ જુલાઈએ આ અંગે એહવાલ પણ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં અમદાવાદ ખાતે આવેલા ફાયર NOC વિના કાર્યરત એકમો કેટલા જોખમ સાથે કાર્યરત છે તે દર્શાવવામાં આવ્યું હતું.

અમદાવાદ ફાર્ય વિભાગ દ્વારા હાલ તો ફાયર NOC  વિના ધમધમતા એકમોને નોટીસ પાઠવવામાં આવી છે. જયારે ટૂંકસમયમાં  NOC વગરના એકમોને સીલ કરવાની કાર્યવાહીહાથ ધરવામાં આવશે. નીચે  દર્શાવેલ ઈમારતોની જુલાઈ માસમાં NOC રીન્યુ કરાવવાની થાય છે.

ઉલ્લેખનીય છે કે, રહેણાંક વિસ્તારમાં અને હાઈરાઈઝ બિલ્ડીંગ ના બાંધકામ દરમિયાન જ ફાયર સેફટીને લઈને બિલ્ડર અને આર્કીટેક ડિઝાઈનર દ્વારા ખુબ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવતું હોય છે.  હાઈરાઈઝ બિલ્ડીંગમાં 3 ફ્લોરની વચ્ચે ઈમરજન્સી ફાયર સેફટી એરિયા હોવો જરૂરી હોય છે. સાથે બેઝમેન્ટની ફાયર પંપ, સ્પીન્ક્લર અને સ્મોક ડિટેક્ટરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બિલ્ડર અને ફાયર મેન્ટેનન્સ એજન્સી એ દર ૬ મહીને ફાયરના ઇક્યુમેન્ટ ને સમયસર ચકાસણી કરવી પણ ફાયર સેફટીનો એક ભાગ છે.

અમદાવાદ / ઝાયકોવ-D DNA બેઝ રસી છે, 12 વર્ષથી વધુ વયના લોકો માટે ઉપયોગી બનશે : મનસુખ માંડવીયા