Not Set/ રીયલ સ્ટોરી પર બની છે જબરીયા જોડી, ફોટો વાયરલ.. 

મુંબઇ  ચુલબુલી પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વાર સાથે નજરે પડશે. પહેલા આ જોડીને ફિલ્મ ‘હસી તો ફસી’માં મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. આ વખતે આ જોડી ફિલ્મ ‘જબરિયા જોડી’માં એક સાથે જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે અને બંનેનો સેટ પરનો પ્રથમ ફોટો પણ વાયરલ થવા લાગ્યો છે. તસ્વીરમાં બંને મસ્તી […]

Trending Entertainment
wss રીયલ સ્ટોરી પર બની છે જબરીયા જોડી, ફોટો વાયરલ.. 

મુંબઇ 

ચુલબુલી પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વાર સાથે નજરે પડશે. પહેલા આ જોડીને ફિલ્મ ‘હસી તો ફસી’માં મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. આ વખતે આ જોડી ફિલ્મ ‘જબરિયા જોડી’માં એક સાથે જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે અને બંનેનો સેટ પરનો પ્રથમ ફોટો પણ વાયરલ થવા લાગ્યો છે. તસ્વીરમાં બંને મસ્તી ભર્યા અંદાજમાં જોવા મળી રહ્યા છે.

Image result for Parineeti Chopra, Siddharth Malhotra jabariya jodi

આ ફિલ્મની સ્ટોરી એક રીયલ સ્ટોરી પર આધારિત છે. જણાવી દઈએ કે એક સાચા બનાવમાં થોડા સમય પહેલા એક છોકરીએ તેના પ્રેમીને તેના લગ્ન વાળા દિવસે ગનપોઇન્ટ પર કિડનેપ કરીને તેના સાથે લગ્ન કર્યા હતા.

Image result for Parineeti Chopra, Siddharth Malhotra jabariya jodi

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની સ્ટોરી પણ આ ઘટનાને મળતી છે. આ ફિલ્મને એટલા માટે  લખનઉમાં શૂટ કરવામાં આવી રહી છે કારણ કે ફિલ્મની રિયલ કહાની યુપી અને બિહાર સાથે સંબંધ ધરાવે છે.

Image result for Parineeti Chopra, Siddharth Malhotra jabariya jodi