દુઃખદાયક/ તાપીમાં કરંટ લાગતા માતા,પિતા અને પુત્રનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન

વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં બની છે. વાલોડમાં ખેતર ફરતે કરેલી કરંટ લાઈનથી કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. પિતા, પુત્ર અને માતાનું મોત થઈ ગયુ છે.

Gujarat Others
કરંટ
  • તાપીમાં કરંટ લાગતા ત્રણ લોકોનાં મોત
  • એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત
  • વાલોડના મોરદેવીના એક જ પરિવારના ત્રણ સભ્યો

ખેત પાકને બચાવવા માટે ખેતરની તાર વાળ પર મુકેલ કરંટની લાઇનથી કરંટ લાગતા ત્રણના મોત થયા છે. એકજ પરિવારના ત્રણ સભ્યોના કરંટ લાગતા મોત થયા છે. વાલોડ તાલુકાના મોરદેવી ગામની ઘટના છે. પિતા, માતા અને પુત્રના મોત થતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. ખેતરના પા ને ભૂંડ જેવા જાનવરોથી બચાવવા માટે ખેતરમાં કરંટની લાઈન મુકતા આ ઘટના બની હતી.

આ પ્રકારની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં ખેતી પાકને બચવવા મુકેલી કરંટવાળા તારથી એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત થતા શોકનું મોજું ફરી વળ્યું છે. એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવાર પણ વિખેરાય ગયો છે.

ગોંડલ પાસે સર્જાયો કાળમુખો અકસ્માત

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી ભુણાવા ચોકડી નજીક અવાર નવાર અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારના સમયે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નવેનવી નંબર વગરની કારનો ભુક્કો બોલી ગયો હતો. જેના ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે સાથેની એક યુવતીને ગંભીર ઈજા પહોંચી હોવાને કારણે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:PM મોદીના માતા હીરાબાની તબિયત બગડી, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:બૂસ્ટર ડોઝ લીધો હોય તો નેસલ વેક્સિન લેવાની જરૂર નથી: કોવિડ ટાસ્ક ફોર્સ ચીફ

આ પણ વાંચો:સુરતમાં દુબઈથી આવેલા યુવક પોઝિટિવ, પરિવારના સભ્યોનું કરાયું કોરોના ટેસ્ટિંગ

આ પણ વાંચો:વ્યારા જનક સ્મારક હોસ્પિટલમાં ગરીબો સાથે ઉઘાડી લૂંટ કરતા ડોકટરો, જાણો શું છે સમગ્ર મામલો