Not Set/ કોપીરાઈટનો કાયદો બકવાસ છે, પિતાની કવિતા પર મારો જ હક: અમિતાભ બચ્ચન

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન હાલ પોતાના પિતાની અને સુપ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચનની કવિતા પરથી તેમનો માલિકી હક ગુમાવી રહ્યાં છે. બચ્ચન ભારતમાં કોપીરાઈટના નિયમોને લઈને ઘણાં જ ગુસ્સે થયાં છે. 1957ના કોપીરાઈટ એક્ટ મુજબ મૌલિક સાહિત્ય, ડ્રામા, મ્યૂઝિકલ અને આર્ટિસ્ટ્રિક વર્કના મામલે આ નિયમ ઓથરના મોતના માત્ર 60 વર્ષ સુધી લાગુ પડે છે. અમિતાભ બચ્ચને […]

Entertainment
amitabh bachchan longer father copyright angry famous d91e9ac8 2b26 11e8 8732 87a46da2a8cc કોપીરાઈટનો કાયદો બકવાસ છે, પિતાની કવિતા પર મારો જ હક: અમિતાભ બચ્ચન

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન હાલ પોતાના પિતાની અને સુપ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચનની કવિતા પરથી તેમનો માલિકી હક ગુમાવી રહ્યાં છે. બચ્ચન ભારતમાં કોપીરાઈટના નિયમોને લઈને ઘણાં જ ગુસ્સે થયાં છે. 1957ના કોપીરાઈટ એક્ટ મુજબ મૌલિક સાહિત્ય, ડ્રામા, મ્યૂઝિકલ અને આર્ટિસ્ટ્રિક વર્કના મામલે આ નિયમ ઓથરના મોતના માત્ર 60 વર્ષ સુધી લાગુ પડે છે.

અમિતાભ બચ્ચને પોતાનું દુઃખ બ્લોગ લખીને વ્યક્ત કર્યું હતું. બીગ બીએ પોતાના બ્લોગમાં 60 વર્ષ જૂનાં કોપીરાઈટ એક્ટ પર સવાલો ઉઠાવતાં તેને બકવાસ ગણાવ્યાં છે. કહ્યું કે, લેખકની રચનાઓ અમર હોય છે, જે તેમના મૃત્યુ પછી પણ બની રહે છે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, કોપીરાઈટ. લેખિત કોપીરાઈટ અને જે કંઈપણ સમય મર્યાદામાં છે, કોપીરાઈટનો આ કાયદો બકવાસ છે.

બિગબીના પિતા હરિવંશરાય બચ્ચનની અત્યાર સુધી અનેક રચનાઓ સામે આવી છે અને ઘણી લોકપ્રિય પણ થઈ છે. હરિવંશરાય બચ્ચનના સાહિત્યિક કાર્યો અંગે પુત્ર અમિતાભે વધુમાં લખ્યું કે, મારો વારસો મારો જ છે. નિર્ધારિત સમય પસાર થયા બાદ નહીં. હું આનુવંશિક રૂપથી મારા પિતાનો જ પુત્ર છું. તેઓ મને તમામ વાત માટે ઈચ્છાશક્તિ આપે છે તે તેમની સંપત્તિ છે. તેમના લેખન અનેક છે. તેમના ઉત્તરાધિકારી તરીકે તેમનું લેખન મારું જ હોય. આ મારો કોપીરાઈટ છે. હું તેમની શૈલીને પબ્લિકમાં ક્યારેય જાહેર ન કરી શકું.