Accident/ અમેરિકાના ટેક્સાસમાં ઘટી મોટી દુર્ઘટના, હાઇવે પર 130 ગાડીઓ વચ્ચે ટક્કર થતા 6 નાં મોત

સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરતાં તેમણે સ્થળ પર રેસ્ક્યૂ શરૂ કરી દીધું છે. અકસ્માતમાં ટ્રક નીચે દબાયેલી કેટલીક કારને કાઢવા માટે હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતને લીધે સતત બે કલાકથી વધારે હાઇવે જામ રહ્યો હતો.

Top Stories World
a 116 અમેરિકાના ટેક્સાસમાં ઘટી મોટી દુર્ઘટના, હાઇવે પર 130 ગાડીઓ વચ્ચે ટક્કર થતા 6 નાં મોત

અમેરિકાના ટેક્સાસમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ ભયાનત માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યાં હતા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સંદર્ભમાં, ફોર્ટ વર્થ પોલીસ વિભાગના પ્રવક્તા ડેનિયલ સેગુરાએ જણાવ્યું હતું કે, લગભગ 20 વર્ષની તેમની ફોર્ટ વર્થ કારકિર્દીમાં તેણે પહેલીવાર આવું કંઈક જોયું હતું.

આપને જણાવી દઈએ કે, બરફ વર્ષા થઈ હોવાથી ફોર્ટ વર્થમાં ઇન્ટરસ્ટેટ 35 વેસ્ટ હાઇવે પર વાહનો સ્લીપ થયાં હતાં. જેને લીધે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યારસુધી 6 લોકોનાં મોત થયાં છે જો કે, હજુ મૃત્યુઆંક વધી શકે છે તેમ સ્થાનિક તંત્રએ જણાવ્યું છે. તો 12 લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરતાં તેમણે સ્થળ પર રેસ્ક્યૂ શરૂ કરી દીધું છે. અકસ્માતમાં ટ્રક નીચે દબાયેલી કેટલીક કારને કાઢવા માટે હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતને લીધે સતત બે કલાકથી વધારે હાઇવે જામ રહ્યો હતો.

જણાવ્યું હતું કે ટેક્સાસના ફોર્ટ વર્થમાં થયેલા અકસ્માત બાદ 2 કિલોમીટરથી વધુ વિસ્તારને અસર થઈ હતી. આ ભયાનક અકસ્માત બાદ ડઝનબંધ લોકો બર્ફીલા તોફાન વચ્ચે આખી રાત ફસાયા હતા. બચાવકર્તાઓએ સવારે ટ્રાફિક સામાન્ય કર્યો હતો.

 ડેનિયલ સેગુરાના જણાવ્યા મુજબ, ફાયર અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ તાત્કાલિક બચાવમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે, મોટા પાયે અકસ્માત થતાં અમારે ફ્રીવે બંધ કરવો પડ્યો હતો.

તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં સામેલ પરિબળોની સંપૂર્ણ તપાસ કરવામાં લાંબો સમય જશે. સેગુરાએ જણાવ્યું હતું કે, અંદાજે 75થી 130 ગાડી વચ્ચે ટક્કર થઈ છે પરંતુ આ સંખ્યા વધારે પણ હોઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ