critical condition/ રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક, ડોક્ટરોએ આપ્યો જવાબ, બસ પ્રાર્થનાનો સહારો

હોસ્પિટલમાં રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો છે, રાજુના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના જ કામ કરશે

Top Stories Entertainment
7 30 રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક, ડોક્ટરોએ આપ્યો જવાબ, બસ પ્રાર્થનાનો સહારો

હોસ્પિટલમાં રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો છે, રાજુના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના જ કામ કરશે. આવી સ્થિતિમાં, રાજુ શ્રીવાસ્તવના જીવન સાથે જોડાયેલા તેમના ઘણા અંગત અને વ્યાવસાયિક જાણકાર લોકો અંધેરી પશ્ચિમમાં સાથે બેસીને પ્રાર્થના કરી રહ્યા છે.

પોતાની ફની વાતોથી બધાને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. તેઓ છેલ્લા 9 દિવસથી AIIMS હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર પર છે. રાજુ શ્રીવાસ્તવના નજીકના મિત્ર અને કોમેડિયન સુનીલ પાલે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું કે રાજુ શ્રીવાસ્તવનો માત્ર શ્વાસ ચાલી રહ્યો છે, બાકીના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.’ તેમણે લોકોને રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરવાનું કહ્યું છે.

સુનીલ પાલ સતત રાજુ શ્રીવાસ્તવના પરિવારના સંપર્કમાં છે. તેઓ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. તાજેતરમાં, તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા, તેમણે એક અગ્રણી પોર્ટલને જણાવ્યું હતું કે, ‘મેં થોડા સમય પહેલા રાજુના ભત્રીજા કુશલ સાથે વાત કરી હતી અને મને ખબર પડી છે કે રાજુનું મગજ કામ કરતું નથી. ડોકટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે અને દરેક તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યું કે, ‘માત્ર તેમનો શ્વાસ ચાલી રહ્યો છે, બાકીનું શરીર બિલકુલ કામ નથી કરી રહ્યું.’ આ સિવાય તેમણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે ઈમોશનલ થઈને રાજુ માટે પ્રાર્થના કરવાનું કહ્યં છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે, રાજુભાઇ તમે આ સ્થિતી સામે લડો. તમે અત્યાર સુધીની બધી લડાઈઓ જીતી લીધી છે અને આ પણ તમે જીતી જશો. દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તમારી સાથે હસવાની રાહ જોઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજુ શ્રીવાસ્તવ હંમેશની જેમ વર્કઆઉટ કરવા માટે જીમ ગયા હતા. 10 ઓગસ્ટના રોજ તે ટ્રેડમિલ પર ચાલતી વખતે પડી ગયા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને દિલ્હીની એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા સુધી તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ એક દિવસ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.