Blast/ અહીં કોરોના વાયરસ ટેસ્ટીંગ સેન્ટર પાસે થયો બ્લાસ્ટ

અહીં કોરોના વાયરસ ટેસ્ટીંગ સેન્ટર પાસે થયો બ્લાસ્ટ

Top Stories World
corona 30 અહીં કોરોના વાયરસ ટેસ્ટીંગ સેન્ટર પાસે થયો બ્લાસ્ટ

નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમની ઉત્તરે નાના શહેરમાં કોરોના વાયરસ ટેસ્ટીંગ કેન્દ્રની પાસે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં ટેસ્ટીંગ સેન્ટરની બારીના કાચ તૂટી ગયા હતા. પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ કેસની તપાસ માટે નિષ્ણાતોને બોલાવાયા છે.

ઉત્તર હોલેન્ડ પ્રાંતમાં પોલીસે એક ટ્વીટ કર્યું હતું કે બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યે બોવેનકાર્સપેલમાં કોરોના તપાસ કેન્દ્રની નજીક વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગની બહાર મેટલ સિલિન્ડર મળી આવ્યું હતું જેમાં વિસ્ફોટ થયો હતો. પોલીસ બ્લાસ્ટના કારણની તપાસ કરી રહી છે.

Blast strikes Dutch COVID-19 test centre; police call it an attack

Holiday / બેંકોમાં માર્ચની મજા..!  માર્ચ મહિનામાં 10 દિવસ રજા

પોલીસ બ્લાસ્ટના કારણની તપાસ કરી રહી છે

મળતી માહિતી મુજબ પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. આ શહેર એમ્સ્ટરડમથી આશરે 60 કિમી દૂર છે. પોલીસ પ્રવક્તા મેન્નો હાર્ટનબર્ગે કહ્યું કે આ ક્ષણે તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ તપાસ કેન્દ્રને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું છે કે અપચી અજાણતા જ બ્લાસ્ટ  થયો હતો.

Covid-19 / રાજ્યમાં ફરી એકવાર માથું ઉચકતો કોરોના, નોધાયા 475 નવા કેસ

વિસ્ફોટક અજાણતા નથી પહોચ્યો

તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે કે વિસ્ફોટક  અહીં સુધી અજાણતા તો નથી જ આવ્યો. પરંતુ, હાલમાં અમારી પાસે આ નાગે કોઈ પુરાવા નથી. તેને ત્યાં કોણે રાખ્યો હતો અને તેનો હેતુ શું હતો. તેમણે કહ્યું હતું કે નિષ્ણાતો તેની તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેનું કારણ શોધી કાઢશે.

Blast occurs near Dutch Covid testing centre | english.lokmat.com

જાન્યુઆરીમાં પણ એક ટેસ્ટીંગ કેન્દ્ર સળગાવવામાં આવ્યું હતું

ઉત્તર હોલેન્ડ પ્રાંતનો આ ઉત્તરીય ક્ષેત્ર તાજેતરના અઠવાડિયામાં કોરોના વાયરસ ચેપના કેસોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ કોરોના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે જાન્યુઆરીમાં અહીં એક કોરોના વાયરસ ટેસ્ટીંગ સેન્ટરને બાળી નાખવામાં આવ્યું હતું.