Not Set/ CAB વિરોધ/ હિંસક પ્રદર્શનના કારણે જાપાનના વડાપ્રધાન શિંજો આબે રદ કરી શકે છે ભારત પ્રવાસ

જાપાનના વડાપ્રધાન શિજો આબેનો ભારત પ્રવાસ રદ થઇ શકે છે.નાગરિકતા સુધારણા બિલ (કેબ)ની વિરદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમનો ભારત પ્રવાસ રદ કરી શકે છે.જાપાનના વડાપ્રધાન રવિવારે એક સમીટમાં ભાગ લેવા આસામ આવી રહ્યા હતા. શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આસામના ગૌહાટીમાં એક સમિટ યોજાવવાની હતી જો કે ગૌહાટીમાં […]

Top Stories India
Untitled 123 CAB વિરોધ/ હિંસક પ્રદર્શનના કારણે જાપાનના વડાપ્રધાન શિંજો આબે રદ કરી શકે છે ભારત પ્રવાસ

જાપાનના વડાપ્રધાન શિજો આબેનો ભારત પ્રવાસ રદ થઇ શકે છે.નાગરિકતા સુધારણા બિલ (કેબ)ની વિરદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમનો ભારત પ્રવાસ રદ કરી શકે છે.જાપાનના વડાપ્રધાન રવિવારે એક સમીટમાં ભાગ લેવા આસામ આવી રહ્યા હતા.

શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આસામના ગૌહાટીમાં એક સમિટ યોજાવવાની હતી જો કે ગૌહાટીમાં કેબના વિરોધમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને શિંજો આબે તેમનો પ્રવાસ રદ કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેમાં 15-17 ડિસેમ્બર વચ્ચે ગુવાહાટીમાં મુલાકાત થશે. જેના માટે તમામ તૈયારીઓ પુરી કરી લેવાઈ છે. ગુરુવારે સાંજે દિલ્હીમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં રવીશ કુમારને આ અંગે સવાલ કરવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, હું આ અંગે કોઈ સ્પષ્ટીકરણ ન આપી શકું. મારી પાસે આવી કોઈ માહિતી નથી.

નાગરિકતા સુધારણા બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત સમગ્ર આસામમાં વિરોધ-પ્રદર્શન થઇ રહ્યા છે. બુધવારે આર્મીએ ફ્લેગ માર્ચ કરીને રસ્તાઓ પર કરફ્યૂ લાદી દીધો હતો. વિરોધમાં ઉતરેલા લોકો પર પોલીસે ગોળીબાર કરતા બે લોકોના મોત થયા હતા. આસામમાં ટ્રેનોની સાથે-સાથે અનેક ફ્લાઈટો પણ રદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.જાપાનના વડાપ્રધાન શિજો આબેનો ભારત પ્રવાસ રદ થઇ શકે છે.નાગરિકતા સુધારણા બિલ (કેબ)ની વિરદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે જાપાનના વડાપ્રધાન શિંજો આબે