Rajkot News : રાજકોટમાં દેશી દારૂની થેલીઓ સાથેનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. હાલમાં ધામધુમથી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગણેશ પંડાલની બહાર જ દેશી દારૂની થેલીઓ સાથેનો વીડિયો વાયરલ થયો છે. તે સિવાય ગણેશ પંડાલની બહાર દારૂ પીને નાચતા લોકોનો વીડિયો વાયરલ થયો છે.
જોકે આ વીડિયો મોરબી રોડ-જકાતનાકા પાસેનો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે મંતવ્ય ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વાયરલ વીડિયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ચોટીલાનાં આ ગામે બે શખ્સોએ વિજકર્મી પર કર્યો હુમલો, પોલીસમાં ગુન્હો દાખલ
આ પણ વાંચો: લીંબડીના ઘાઘરેટીયા ગામે પોલીસ અને SRP જવાનોની હાજરીમાં વીજ ચેકિંગ કરી રહેલી PGVCLની ટીમ ઉપર પથ્થરમારો
આ પણ વાંચો: અમદાવાદ/ બાપુનગરનાં કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો
