Surat News/ સુરતમાં મેટ્રો ની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા સુરત પોલીસ એક્શનમાં

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશદ્વારા પાંચ સદસ્યોની ટીમ બનાવી છે તેમના પણ અભિપ્રાય લેવામાં આવ્યા છે

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં મેટ્રો ની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડ્વના મામલે સુરત પોલીસ એક્શનમાં આવી છે ,ક્રેન મામલે પોલીસે કડકાઈ થી પુછપરછ શરુ કરી છે, પ્રખ્યાત એવા રણજીત બિલ્ડકોનના ટેક્નિ. એન્જિન.-ક્રેન ડ્રાઇવરની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે,બંગલા પર પડેલી ક્રેન ના કાટમાળ ની સફાઈ થવાના બે દિવસ બાદ હવે ઉચ્ચ અધિકારીઓના આદેશ મળતા સુરત પોલીસ કામે લાગી ગઈ છે, સુરતના નાના વરાછા ખાતે મેટ્રો પ્રોજેકટની હાઇડ્રોલિક ક્રેન તૂટી પડવાની ઘટનામાં સરથાણા પોલીસ એક્ટિવ થઈ છે અને હવે બે દિવસ બાદ તપાસ કોન્ટ્રાક્ટર ની કામગીરી ની દિશામાં વળી છે,જો કે સ્થાનિક પોલીસે ઘટના ના દિવસે એટલે કે શુક્રવારે મેટ્રો પ્રોજેકટના કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનના ટેકિનકલ એન્જિનિયર અને ક્રેનના ડ્રાઇવરની ઘટના અંગેની માહિતી મેળવી હતી તે ઉપરાંત સાક્ષીઓના નિવેદન પણ પોલીસે લીધા હતા. આ સાથે જ હવે અધિકારીઓ તરફ થી તપાસ ની સૂચના મળતાં પોલીસ આગામી દિવસોમાં પ્રોજેક્ટમાં સામેલ અન્ય તજજ્ઞોની પણ પૂછપરછ કરે તેવી શક્યતા ઓ સેવાઈ રહી છે.

નાના વરાછા વિસ્તારમાં ચીકુવાડી પાસે તપોવન સ્કૂલ નજીક ગર્ડર લોંચર ચડાવતી વખતે હાઇડ્રોલિક ક્રેન બંગલા પર પડવાની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે નુકશાન અંગે બંગલાના માલિક મહેશ દેસાઇએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.જેથી હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનના ટેક્નિકલ એન્જિનિયર અને ક્રેનના ડ્રાઇવરનો અભિપ્રાય લીધો હતો.તેમની સાથે ઘટના બની ત્યારે આસપાસ રહેલા લોકોના નિવેદનો લેવાની શરૂઆત કરી છે.આ સાથે જ મંતવ્ય ન્યુઝ દ્વારા પણ બંગલા મા રહેતા ભાદુઆતો સાથે વાતચીત કરી હતી,જેમાં ઘટના અંગે ની માહિતી આપતા ભાડુઆત મહીલા એ જણાવ્યું હતું કે જ્યારે ક્રેન પડી ધરતી કમ આવ્યો હોય તેવો આભાસ અને ધાધડકા નો આવાજ આવતા પગ નીચે થી જમીન સરકી ગઈ હતી, એક ભ્ય નો માહોલ છવાઇ ગયો હતો,

હાલ તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશદ્વારા પાંચ સદસ્યોની ટીમ બનાવી છે તેમના પણ અભિપ્રાય લેવામાં આવ્યા છે અને ગર્ડર લોંચર પડયું હતું તે મકાન દરવાજો ખોલતા જ વાઇબ્રેટ થવા લાગ્યું હતું કેવી પરિસ્થિતિ હતી તે અંગે ની માહિતી મેળવાઈ હતી,જો કે ઘટના બન્યા બાદ મકાન માલિક મહેશ દેસાઇ પોલીસની સાથે તેમના ઘરની હાલત જોવા ગયા હતા ત્યારે બહાર જેટલું દેખાતું હતું,તેના કરતાં વધારે નુકસાન ઘટના અંદર થયું હોવાનું જાણવા મળ્યું હતું. બહારથી માત્ર ડ્રાઇંગ રૂમને નુકસાન થયું હોય તેમ જણાતું હતું પરંતુ અંદર સ્લેબને પણ નુકસાન થયું હતું અને સ્લેબ વળી ગયો હોવાનું દેખાતું હતું. બંગલાની અંદર ગયા બાદ એક દરવાજો ખૂલતો ન હતો. તેને ધક્કો મારીને ખોલવાનો પ્રયાસ કરાતા આખું ઘર વાઇબ્રેટ મારતું થઈ ગયું હતું.જેથી મહેશ દેસાઇ અને પોલીસની ટીમ બહાર આવી ગઇ હતી.

આ સાથે જ આસપાસના લોકોનું કહેવું છે કે અત્યાર સુધી મેટ્રોની ટીમ તરફથી કોઇ પણ અધિકારી આશ્વાસન માટે પણ કે મળવા માટે પણ આવ્યા નથી.હાલ તો મકાનની અંદર રહી શકાય તેવી સ્થિતી નહીં હોવાના લીધે મકાનમાં રહેલા કિંમતી સામાનને લેવા માટે મકાન માલિક કામગીરી કરી રહ્યા છે એટલુજ નહિ મકાન હમણા પડી જશે તેવો અનુભવ થવાના લીધે પોલીસ ની મદદથી મકાનની અંદર જઇને કિંમતી સામાન કાઢી લીધો હતો. તેમજ પોતાના પરીવાર સાથે અન્ય મકાનમાં રહેવા હાલ તો ચાલ્યા ગયા હોવાની પોલીસે માહિતી આપી છે.મેટ્રોની કામગીરી વેળા એ ક્રેન તૂટવાના મામલે હવે સાત દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ કરાયો છે ,રહી રહી ને હવે સત્તધિસો દ્વારા ક્રેન તૂટી પડવાના કારણોનો રિપોર્ટ રજૂ કરવામા આવશે ,

સુરત મા મેટ્રોની કામગીરી વેળા ક્રેન તૂટવાના ૪૦ કલાક બાદ સત્તાધીશો જાગ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે શહેર ના ગિંચ એવા નાના વરાછા વિસ્તારમાં ગુરુવારે સાંજના સમયે મેટ્રોના નિર્માણાધીન એલિવેટેડ બ્રિજના પિલર ઉપર ગડર લોન્ચર બોક્સ ચડાવતી વખતે ધરતી કમ ના અવાજ થયો હોય તેમ ધડાકાભેર ક્રેન તૂટી પડી હતી,ત્યારે આ તમામ ઘટના મા વપરાયેલી હાઇ ડ્રોલિક ક્રેન અંગે તપાસ શરૂ કરાઇ છે, આ સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ક્રેન મા થયેલી ભૂલ કહો કે ફેલ કામગીરી અંગે પાંચ સદસ્યોની કમિટી બનાવવામાં આવી છે.આ કમિટી સાત દિવસમાં સમગ્ર ઘટના નો ત્યાગ મેળવી તેનો રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરશે જેના આધારે જવાબદારી નક્કી કરવામાં આવશે.

સુરતમાં ગુરુવારની સાંજે ૫:૧૫ કલાકે એક મોટી દુર્ઘટના તથા રહી ગઈ ,નાના વરાછા વિસ્તારમાં ચીકુવાડી પાસે તપોવન સ્કૂલ સામે મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર ગડર લોન્ચર ચડાવતી વખતે બે હાઇડ્રોલિક ક્રેન પૈકી એક હાઇડ્રોલિક ક્રેન તૂટી પડી હતી. જેને પગલે ગડરનો ૧૩૫ ટન જેટલું તોતિંગ વજન અન્ય હાઇડ્રોલિક ક્રેન પર પડતા તે વજન ઊંચકી ન શકાતા બીજી હાઈડ્રોલિક ક્રેનનો અન્ય તરફ રહેલી ક્રેનનો હિસ્સો બંગલા પર પડતાં બંગલાને પણ મોટું નુકસાન થયું હતું. તેની સાથે ગડર લોન્ચર ક્રેનથી છૂટું થઈ બંગલાની અગાસી પર પડતા બંગલાનો એક ભાગ તૂટી ગયો હતો. અને હવે ઘટનાના બે દિવસ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પાંચ સદસ્યોની ટીમ બનાવવામાં આવી છે,જેમાં મનપાના એડિશનલ સિટી ઇજનેર ડી.સી. ભગવાકર, મેટ્રો પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત કુલકર્ણી, એસવીએનઆઇટી પ્રોફેસર અતુલ દેસાઈ (સિવિલ એન્જિનિયર), ડો. બી.એન. સુથરીયા (મિકેનિકલ એન્જિનિયર) અને આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર એ.જી. વસાવા શામેલ છે. કમિટીના તમામ સદસ્યોએ સ્પોટ વિઝિટ કરી હતી અને તમામ પાસાંઓનો અભ્યાસ કરી આગામી સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરે તેવી શક્યતા છે.અને રીપોર્ટ મા ખરેખર કામગીરી ફેલ જનાર ઉપર કાયૅવાહી થશે કે પછી આ ઘટનામાં પણ ઉપલા અધિકારીઓને બચાવવા નાના કર્મીઓનો ભોગ લેવાશે તે જોવું રહ્યુ.



આ પણ વાંચો: રાષ્ટ્રભાવના જગાડવા બેટ દ્વારકામાં ધ્વજ વંદન અને તિરંગા યાત્રાનું આયોજન

આ પણ વાંચો:દ્વારકા માટે આ વખતની જન્માષ્ટમી અને સુરક્ષા બંદોબસ્ત બંને અભૂતપૂર્વ

આ પણ વાંચો: દ્વારકામાં વાયુસેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોના ભારે જહેમત બાદ બચાવ્યો જીવ, જુઓ વીડિયો