Dwarka News: દેવભૂમિ દ્વારકામાં વાયુસેનાની અદભૂત કામગીરી જોવા મળી. અત્યારે દ્વારકા નગરીમાં બારે મેઘ ખાંગા થતા કલ્યાણપુર તાલુકામાં પાનેલી નદીમાં ઘોડાપૂર આવ્યું. પાનેલી નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF ટીમ ઉપરાંત વાયુસેનાની મદદ લેવામાં આવી. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો. સોશિયલ મીડિયામાં વાયુસેનાના દિલધડક રેસ્કુય ઓપરેશનનો વીડિયો વાયરલ થયો છે. લોકો વાયુસેનાના જવાનોની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.
દ્વારકામાં મેઘરાજાનો કહેર વરતાયો. ધોધમાર વરસાદે તબાહી મચાવતા દ્વારકાધીશની નગરી અત્યારે જળમગ્ન બની છે. ભારે વરસાદના કારણે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદનો આતંક જોવા મળ્યો. ભારે વરસાદના કારણે દ્વારકામાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા. છેલ્લા 24 કલાકમાં 11 થી 15 ઈંચ જેટલો ભારે વરસાદ પડતા ગામો તળાવમાં ફેરવાઈ ગયા. અને નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા. જયારે વરસાદને પગલે દ્વારકાનો ગોમતીઘાટ પણ ડૂબતો જોવા મળે છે.
દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે કલ્યાણપુરા વરસાદના પગલે ભાટિયા, દેવરિયા, લાંબા, હર્ષદ, રાવલ સહિતના વિસ્તારોના માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયા હતા. જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. આગામી બે દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ઉપલેટા, ધોરાજી, દ્વારકા જિલ્લો અને નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં આજે મેઘો વરસશે….
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
