Surat News/ સુરત પોલીસે જ કર્યુ ગેરકાયદેસર બાંધકામ

સુરત પોલીસે જ ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. સુરત પોલીસની ચોકી જ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. સુરત પોલીસની ચોકીનું બાંધકામ જ ગેરકાયદેસર છે. આમ કાયદાના જાણકારોએ જ કાયદો તોડ્યો છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત પોલીસે જ ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. સુરત પોલીસની ચોકી જ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. સુરત પોલીસની ચોકીનું બાંધકામ જ ગેરકાયદેસર છે. આમ કાયદાના જાણકારોએ જ કાયદો તોડ્યો છે. સુરત પોલીસ ચોકીનો કોઈ પ્લાન પાસ કરવામાં આવ્યો નથી. સુરત પોલીસ ચોકીને લઈને કોઈપણ પ્રકારની રજાચિઠ્ઠી પણ મેળવવામાં આવી નથી. રીતસર ફૂટપાથ પર દબાણ કરીને પોલીસ ચોકી બનાવવામાં આવી છે. તેથી ગેરકાયદેસર રીતે બનેલી ચોકીનું ડિમોલિશન કરવામાં આવે તેવી અરજી છે. RTI એક્ટિવિસ્ટની માહિતીમાં આ વાતનો પર્દાફાશ થયો છે.

સુરત પોલીસની ચોકી જ ગેરકાયદે હોવાનું બહાર આવતા સમગ્ર તંત્રમાં હલચલ મચી ગઈ છે. પોલીસ પણ દોડતી થઈ છે. વાત છેક પોલીસ કમિશ્નર સુધી પહોંચી છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ વાતની તપાસ કરી રહ્યુ છે. કોર્પોરેશના મ્યુનિસિપલ કમિશ્નરે પણ આ વાત તેમના હાથ પર લીધી હોવાનું જાણવા મળે છે. જો કે સરકારી જમીન પર જ સરકારી એકમ હોવાના લીધે સરકારના બંને વિભાગો મળીને યોગ્ય નિર્ણય લઈ લેશે તેમ માનવામાં આવે છે. પણ હાલમાં તો આ બાંધકામ ગેરકાયદે છે અને પોલીસના ગેરકાયદે બાંધકામને કાયદેસર કઈ રીતે કરવું તેની તૈયારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહી છે.

હવે પોલીસ ચોકી તો વર્ષોથી છે અને તે હટાવી શકાય  તેવી સંભાવના ઓછી છે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના પ્લાનમાં ફેરફાર કરીને ચોકીને લગતી જોગવાઈ કરી આપે તેવી સંભાવના છે. હવે આ બાબતને લઈને વચલો રસ્તો કયા પ્રકારનો નીકળે છે તે જોવાનું રહ્યુ. પણ સુરત પોલીસનું ગેરકાયદે બાંધકામ લોકોની આંખોમાં ઉડીને વળગે તે પહેલા જ કોર્પોરેશન ત્વરિત નિર્ણય લે પ્રકારની સંભાવના હોવાનુ મનાય છે. આ અંગે ઉપરથી પણ આદેશો છૂટી ગયા હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો: યુરોપમાં લક્ઝરી લાઈફ જીવવાનું સપનું જોતા ભારતીયે એજન્ટને આપ્યા 12 લાખ રૂપિયા, ‘ડંકી રૂટ’ થઈને સર્બિયા થઈને જર્મની પહોંચી કરાયો દેશનિકાલ

આ પણ વાંચો: ખુલાસો! અમેરિકાના રસ્તે થાય છે રેપ અને હત્યા! ‘ડિંકી રૂટ’ માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે…

આ પણ વાંચો: શાંઘાઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનનું પ્રભુત્વ, ‘ડંકી’ મચાવશે  ધૂમ