Surat/ સુરતની સ્થિતિ “સાવધાની હટી દુર્ઘટના ઘટી”

Surat situation “Caution is on the decline”

Gujarat Surat Others

કોરોનાએ કમબેક કર્યું છે ત્યારે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાનો  વધુ એક તબક્કાની શરૂઆત થઇ છે ત્યારે હવે લોકો એ કોરોનાને હળવાશથી લીધો છે.  ક્યાંકને ક્યાંક સરકારની ગાઈડલાઈનને પણ ખુબ જ હળવાશથી લીધી છે. એટલે જ કોરોના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ કોરોનાને દુર કરવા, નાબુદ કરવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જાહેર જનતા આ નાજુક સ્થિતિને ખુબ જ હળવાશથી લઇ રહી છે.

ત્યારે આ પરિસ્થિતિમાં સુરતની વાત કરીએ તો હાલ સુરતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ કોરોના કેસના વધારાને લઈને  ધન્વંતરી આરોગ્ય રથ ની કામગીરીમાં વધારો થયો છે. જો એક જ દિવસમાં  વાત કરીએ તો 94 ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે . શહેરના વિવિધ 364 વિસ્તારોમાં  સર્વે કરવામાં આવ્યું છે. તો  30,593 ઘરોમાં 1,26,285 વ્યક્તિઓના સર્વે કરવામાં આવ્યા છે. આ સર્વે દરમિયાન 12,106 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે . 30 તાવના કેસ અન્ય બીમારીઓના 11,277 કેસ નોંધાયા છે. એટલે કે સુરતની સ્થિતિ ખુબ જ નાજુક ગણી શકાય. ત્યારે હવે સુરતમાં “સાવધાની હટી દુર્ઘટના ઘટી” જેવી સ્થિતિ થઇ છે. હવે જાહેર જનતાએ પોતાની ખુબ જ તકેદારી રાખવી પડશે. લોકોએ સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અને ખાસ કરીને માસ્ક અને સોસિયલ ડીસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવું પડશે અને ત્યારે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાશે.