Not Set/ મોબાઈલ ફોન પર સમય બગાડવામાં ભારતીયો અવ્વલ નંબર પર કેવી રીતે?

ભારતે મોબાઈલ પર સમય પસાર કરવામાં અમેરિકા, ચીનને પણ પાછળ પાડી દીધા છે. મોબાઈલ ફોન પર સમય બગાડવામાં ભારતીયો વિશ્વમાં ટોચે છે. દુનિયામાં સૌથી વધુ વસતીમાં બીજા ક્રમે આવતા ભારતમાં મોટાભાગની વસતી હજુ પણ ફીચર ફોન અને ૨જી સર્વિસનો ઉપયોગ કરી રહી છે.

Top Stories India
મોબાઈલ ફોન

દુનિયામાં સૌથી સસ્તો ઈન્ટરનેટ ડેટા ભારતમાં મળે છે.  આ જ કારણથી મોબાઈલ ફોન પર સમય બગાડવામાં ભારતીયો વિશ્વમાં ટોચે છે. ભારતે મોબાઈલ પર સમય પસાર કરવામાં અમેરિકા, ચીનને પણ પાછળ પાડી દીધા છે. મોબાઈલ ફોન પર સમય બગાડવામાં ભારતીયો વિશ્વમાં ટોચે છે. ભારતે મોબાઈલ પર સમય પસાર કરવામાં અમેરિકા, ચીનને પણ પાછળ પાડી દીધા છે. ભારતમાં એક જીબી ડેટાની કિંમત  એક કિલો લોટ કરતાં પણ ઓછી છે. તેથી જ ભારતીયો ઈન્ટરનેટ અને મોબાઈલનો અંધાધૂંધ ઉપયોગ કરી રહ્યા છે.

વર્ષ 2021 માં ભારતીયોમાં મોબાઈલ પર ઓનલાઈન ગેમિંગ, ઓટીટી વ્યૂના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.વર્ષ 2021 માં ભારતમાં એક જીબી ડેટા માટે ટેલિકોમ કંપનીઓ 10.93  રૂપિયા ચાર્જ કરી રહી છે.. જે દુનિયાના કોઈપણ દેશના પ્રતિ જીબી ડેટા ચાર્જથી ઓછો છે. વર્ષ 2014 સુધી ભારતીયોએ પ્રતિ એક જીબી ડેટા માટે સરેરાશ રૂ. 269 નો ખર્ચ કરવો પડતો હતો.  છેલ્લા છ વર્ષમાં ભારતમાં ઈન્ટરનેટ ડેટાના ભાવમાં અંદાજે 96 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

2021 ના પ્રથમ છ માસમાં ગેમિંગ એપ ડાઉનલોડ

ભારત          480  કરોડ

અમેરિકા          230 કરોડ

બ્રાઝિલ         210 કરોડ

ઈન્ડોનેશિયા    170 કરોડ

રશિયા          130 કરોડ

એરિક્સન મોબિલિટીના રિપોર્ટ મુજબ 2019માં ભારતમાં સરેરાશ માસિક ડેટા વપરાશ 13 જીબી હતો, જે વર્ષ 2020 માં વધીને માસિક 14.6 જીબી થઈ ગયો હતો. ૨૦૨૧ના પહેલા છ માસમાં સૌથી વધુ ગેમિંગ એપ ડાઉનલોડ ભારતમાં થઈ છે. આ બાબતમાં પણ ભારતે વિશ્વના અન્ય દેશોને પાછળ પાડી દીધા છે. ભારતમાં આ સમયમાં અંદાજે 480 કરોડ ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હતી. જોકે, 2021માં ઓનલાઈન સ્કૂલ અને વર્ક ફ્રોમ હોમ પણ મોબાઈલ વપરાશમાં વધારાના મહત્વના કારણ હતા.દુનિયામાં સૌથી વધુ વસતીમાં બીજા ક્રમે આવતા ભારતમાં મોટાભાગની વસતી હજુ પણ ફીચર ફોન અને 2G સર્વિસનો ઉપયોગ કરી રહી છે.. તેવા સમયે ભારતમાં આ સ્થિતિ છે.

ભારતમાં સ્માર્ટફોનની કિંમતો ઘટવાથી સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. સાથે જ દરરોજ સરેરાશ મોબાઈલ વપરાશના કલાકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આગામી વર્ષ સુધીમાં ભારતમાં ૫જી સર્વિસ શરૂ થવાની સંભાવના છે. એવામાં ડેટાનો વપરાશ પણ વધવાની આશા છે.