Not Set/
વડોદરા: 300 જૈન તપસ્વીઓએ સામુહિક રીતે કર્યા સિદ્ધિતપનાં પારણાં
વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત એક લાખ ફૂટના શાહી શામિયાનામાં શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 300 જૈન તપસ્વીઓનાં સામુહિક પારણા કરાયા હતા. શહેરના અકોટા સ્ટેડીયમમાં આજે સિદ્ધિતપનાં 300 તપસ્વીઓનું સામુહિક બહુમાન કરવામાં આવ્યું હતું. સિદ્ધિતપ કરનારા 300 તપસ્વીઓ માં 12 વર્ષની બાળકી તેમજ 92 વર્ષનાં વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. આજ અનોખા કાર્યક્રમમાં દેશભરમાંથી 15000 કરતા […]
વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત એક લાખ ફૂટના શાહી શામિયાનામાં શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 300 જૈન તપસ્વીઓનાં સામુહિક પારણા કરાયા હતા.
શહેરના અકોટા સ્ટેડીયમમાં આજે સિદ્ધિતપનાં 300 તપસ્વીઓનું સામુહિક બહુમાન કરવામાં આવ્યું હતું. સિદ્ધિતપ કરનારા 300 તપસ્વીઓ માં 12 વર્ષની બાળકી તેમજ 92 વર્ષનાં વૃદ્ધનો પણ સમાવેશ થાય છે.
આજ અનોખા કાર્યક્રમમાં દેશભરમાંથી 15000 કરતા વધુ શ્રાવક-શ્રાવિકાઓ સહીત જૈન સમુદાય ઉમટી પડ્યો હતો શહેરના 300 તપસ્વીઓ એ આચાર્ય ભગવંત પ.પુ.હેમચંદ્ર સુરીશ્વર જી મહારાજ સાહેબ,તેમજ પુ.કલ્યાણ બોધી સુરીજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ પૂજ્ય સંયમ બોધીસુરીની નિશ્રામાં સિદ્ધિદાયક તપ કર્યા હતા.અલકાપુરી સંઘની 12 વર્ષની હેલી ને 6 દિવસ તાવ હોઈ ગ્લુકોઝના બાટલા ચઢાવાયા હતા તેમ છતાં સીદ્ધીતપ પરિપૂર્ણ કર્યું હતું.
જયારે પુણ્ય પવિત્ર સંઘના 92 વર્ષનાં રમણભાઈ શાહે પણ સિદ્ધિતપ કર્યું હતું. શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે એક જ સ્થળે સિદ્ધિતપ ના 300 તપસ્વીઓ નું સામુહિક બહુમાન કરવામાં આવ્યું હતું.અકોટા સંઘ ના ટ્રસ્ટી પ્રશાંત શાહ ના નિવાસ સ્થાને ગુરૂ ભગવંતો એ પધરામણી કરી ત્યાંથી વાજતે ગાજતે સ્ટેડીયમ માં હજારો શ્રાવક શ્રાવિકાઓ સહીત જૈન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ ના આયોજન માટે એક લાખ ફૂટનો શાહી શામીયાનો બાંધવામાં આવ્યો હતો
દરમિયાન અકોટા સંઘનાં ટ્રસ્ટી પ્રશાંત શાહે મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે,
પ્રશાંત શાહ- અકોટા સંઘ ના ટ્રસ્ટી
વડોદરાનાં તમામ સંઘોના 300 શ્રાવક અને શ્રાવિકાઓએ શિખર સમાન સિદ્ધિ તપ કરેલો છે. જેના શણગાર રૂપે તમામે-તમામ સેવક અને સેવિકાઓનાં પારણાંનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે.”
જયારે પૂજય સંયમ બોધીસુરીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે,
પૂજય સંયમ બોધીસુરીજી મહારાજ સાહેબ
આ વખતે અમારાં પૂજ્ય ગુરુજી શ્રી હેમચંદ્રશ્રી મહારાજ પોતાનાં વિશાળ સમુદાય સાથે વડોદરા સંધના દસેય સંઘોમાં બિરાજમાન 12 થી 92 વર્ષનાં 300 પુણ્યાત્માઓ સિદ્ધિ તપની આરાધનામાં પહોંચ્યા છે.
આ સિદ્ધિ તપનાં પારણાંમાં એક 92 વર્ષીય રમણલાલ શાહ પણ પધાર્યા હતા. જેમણે જણાવ્યું હતું કે,
92 Year Old Ramanlal Shah
આ તપ કરવાથી કર્મો ખપે છે. જેનાથી મોક્ષ સુધી પહોંચી શકાય છે. આથી હું આજના યુવાનોને કહેવા માંગુ છું કે ધર્મ વિના મોક્ષ સુધી પહોંચતું નથી. આથી ધર્મનાં માર્ગે ચાલવું.